Ahmedabad : 16 વર્ષીય સગીરા પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં વિકલાંગ આરોપીને આજીવન કેદની સજા
પરિવારને આશા હતી કે (Accused)કુલદિપસિંઘ તેનું ધ્યાન રાખશે અને ભણાવશે. જોકે, તે સગીરાને પહેલા દિલ્હી લઇ ગયો હતો. બાદમાં તે કાનપુર લઇ જવાનું કહી જયપુર લઇ ગયો, જ્યાં હોટલમાં રાખી, છાસમાં કશુ ભેળવી પીવડાવ્યું,
Ahmedabad : પંદર વર્ષીય સગીરાની માતા તેના પતિથી 2014માં અલગ થઇ ગઇ હતી, અને ત્યારથી તે આસામના ગૌહાટીમાં અલગથી રહેતા હતા. માર્ચ 2020માં જ્યારે પ્રથમ લોકડાઉન આવ્યું ત્યારે આવક ન રહેવાથી પરીવાર તકલીફમાં આવ્યો હતો. તે સમયે 15 વર્ષિય સગીરા(Teenagers) અને તેનો પરીવાર 56 વર્ષિય કુલદિપસિંઘ કરતારસિંઘ રાઠોડના સંપર્કમાં આવ્યો હતો. કુલદિપસિંગે પહેલા પરીવારને ખાવાનું પૂરૂ પાડી સહાનૂભૂતી મેળવી હતી. પછી તેણે પરીવારને આશ્વાસન આપ્યું કે 15 વર્ષિય સગીરાનું ધ્યાન રાખશે. તેથી સગીરાને પરિવારે કુલદિપસિંઘને સોંપી હતી.
પરિવારને આશા હતી કે કુલદિપસિંઘ તેનું ધ્યાન રાખશે અને ભણાવશે. જોકે, તે સગીરાને પહેલા દિલ્હી લઇ ગયો હતો. બાદમાં તે કાનપુર લઇ જવાનું કહી જયપુર લઇ ગયો, જ્યાં હોટલમાં રાખી, છાસમાં કશુ ભેળવી પીવડાવ્યું, જેથી તે બેભાન જેવી થઇ ગઇ હતી, પછી તેણે સગીરા ઉપર બળાત્કાર કર્યો હતો. આ અંગે કોઇને કહીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બાદમાં ચિત્તોરગઢની હોટલમાં દારૂ પીવડાવી તેના પર વારંવાર બળાત્કાર (Rape) ગુજાર્યો હતો. જે બાદ સુરત, કચ્છ, ભૂજ, ગાંધીધામ થઇ અમદાવાદ લાવ્યો હતો,
અમદાવાદ નીરૂદ્રા મહેલ હોટલમાં પણ બળાત્કાર કર્યો હતો. માર્ચ 2021 માં પુનઃ અમદાવાદ લઇ આવ્યો હતો. જ્યાંથી સગીરા ભાગી ગઇ હતી. અને પોલીસ પાસે પહોંચતા ફરિયાદ નોંધાઇ હતી. સમગ્ર કેસમાં વકીલ દ્વારા પુરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરી આરોપીને મહત્તમ સજા કરવા રજૂઆત કરી હતી. ત્યારબાદ કોર્ટે આરોપી કુલદિપસિંઘને આજીવન કેદની સજા ફટકારી છે.
જોકે મહત્વનું એ છે કે આરોપી કુલદિપ પહેલાં સગીરાને દિલ્હી લઇ ગયો હતો. ત્યાંથી તેને અમદાવાદ લઇ આવ્યો. આરોપી કુલદીપ અને સગીરા વસ્ત્રાપુર ગુરૂદ્વારામાં સાથે રહ્યાં હતા. ગુરૂદ્વારાના મહંતને કુલદિલસિંઘે કહ્યું કે સગીરા તેની પુત્રી છે. અને પટના ગુરૂદ્વારા ચાલતા જઇ રહ્યાં છે, તેથી પૂજારીએ આરોપી કુલદીપસિંહને રૂપીયા 12,000ની મદદ કરી હતી. અને રાજ્યના મુખ્યમંત્રીએ પણ રૂપીયા 15,000 ની મદદ કરી હતી.
આ પણ વાંચો :Kutch : પીએમ મોદીના સંબોધનમાં ફરી કચ્છ પ્રેમ છલકાયો કહ્યુ, ન હું કચ્છને છોડી શકુ ન કચ્છ મને