સનાતન વિરોધીઓને સમસ્ત હિન્દુ સમાજ જવાબ આપશે: પ્રમુખ, વિશ્વ ઉમિયા ધામ

સનાતન વિરોધીઓને સમસ્ત હિન્દુ સમાજ જવાબ આપશે: પ્રમુખ, વિશ્વ ઉમિયા ધામ

| Edited By: | Updated on: Mar 17, 2024 | 3:44 PM

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં વિશ્વ ઉમિયા ધામનુ મહા સંમેલન યોજાવામાં આવ્યુ હતુ. મહા સંમેલનમાં પાટીદાર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય પ્રધાન ઋષિકેષ પટેલ પાટીદાર સમાજના પદાધિકારીઓ અને ધારાસભ્યો સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

પાલનપુરમાં વિશ્વ ઉમિયા ધામ દ્વારા પાટીદાર મહાસંમેલન યોજવામાં આવ્યુ હતુ. સંમેલનમાં ભાજપના નેતાઓ અને ધારાસભ્યો સહિત આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લાના પાટીદાર આગેવાનો અને નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: સાબરકાંઠા લોકસભા બેઠક માટે તંત્ર સજ્જ, ક્લેકટરે જાહેર કરી સંપૂર્ણ વિગતો, જાણો

આ દરમિયાન વિશ્વ ઉમિયા ધામના પ્રમુખ આરપી પટેલે નિવેદન કર્યુ હતુ કે, પાટીદાર સમાજ સનાતન વાળી પાર્ટી સાથે રહેશે. જે પાર્ટી સનાતન સાથે હશે વિશ્વ ઉમિયા ધામ ટ્રસ્ટ પણ એ પાર્ટી સાથે રહેશે. આમ પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓના આગેવાનોની ઉપસ્થિતિમાં મળેલ બેઠકમાં મહત્વનું નિવેદન કરવામાં આવ્યું હતુ.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Mar 17, 2024 03:43 PM