ગુજરાતના પંચાયત મંત્રીએ 2760 પંચાયત ઘરો બનાવવાની જાહેરાત કરી

ગુજરાતમાં 2760 ગ્રામ પંચાયતોમાં નવા પંચાયત ઘરો બનાવવામાં આવશે. જેમાં હવે જર્જરિત મકાનોને બદલે નવા મકાનો બનાવવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2021 | 4:40 PM

ગુજરાતમાં(Gujarat) યોજાનારી ગ્રામ પંચાયતની(Gram Panchyat) ચૂંટણી(Elction)પુર્વે જ પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ (Brijesh Merja) એક મહત્વની જાહેરાત કરી છે. જેમાં 2760 ગ્રામ પંચાયતોમાં નવા પંચાયત ઘરો(Panchayat Building) બનાવવામાં આવશે. જેમાં હવે જર્જરિત મકાનોને બદલે નવા મકાનો બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે રાજ્યમાં 2760 પંચાયત ઘરો માર્ચ 2022 સુધીમાં તૈયાર કરાશે.

જ્યારે જે પંચાયત પાસે પોતાનું મકાન ના હોય કે અથવા 25 વર્ષ જૂનું હોય ત્યાં નવા મકાન બનશે. તેમજ આ પંચાયત ઘર બનાવવા માટે ગામની વસ્તી મુજબ પ્રતિ યુનિટ 14 થી 22 લાખનો ખર્ચ થવાનો અંદાજ છે.

ઉલ્લેખનીય છે કે, આ દરમ્યાન ગ્રામ પંચાયત ચૂંટણી પહેલા જ 1157 ગ્રામ પંચાયત સમરસ થઈ ગઈ છે. એટલે કે આ તમામ ગ્રામ પંચાયતોમાં હવે ચૂંટણીઓ નહિં યોજાઈ. 10,443 ગ્રામ પંચાયતોમાંથી 1157 ગ્રામ પંચાયત સમરસ થતા 11.08 ટકા ગ્રામ પંચાયતોમાં ચૂંટણી વિના જ સરપંચની નિયુક્તિ કરવામાં આવી છે.

ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ મોરબી જિલ્લાની ગ્રામ પંચાયત સમરસ બની છે. આ ઉપરાંત ક્યાં જિલ્લાની કેટલી ગ્રામ પંચાયત સમરસ થઈ છે તે પર નજર કરીએ તો, મોરબીની 91 ગ્રામ પંચાયત, કચ્છની 97, ભાવનગરની 72, મહેસાણાની 31 અને પોરબંદરની 28 ગ્રામ પંચાયત સમરસ થઈ છે. ઉલ્લેખનીય છે કે 2016 માં 1455 ગ્રામ પંચાયત સમરસ થઇ હતી. પરંતુ આ વર્ષે તેમા ઘટાડો થઈ 1157 ગ્રામ પંચાયત સમરસ બની છે.

ગુજરાતમાં 10 હજારથી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણીપંચે ડિસેમ્બર 2021માં રાજ્યની 10,879 ગ્રામ પંચાયચની ચૂંટણીની તારીખ જાહેર કરી છે. જે મુજબ 19 ડિસેમ્બરે બેલેટ પેપરથી મતદાન થશે અને 21 ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.

આ પણ  વાંચો : અમદાવાદમાં સરખેજ પોલીસે ડ્રાઈવરો પાસેથી ગેરકાયદે નાણાં ઉઘરાવતા પાંચ લોકોની ધરપકડ કરી

આ  પણ વાંચો :  Gir Somnath : તાલાલા ગીરમાં કેસર કેરીના બગીચામાં મોર ફૂટવાની પ્રક્રિયા મંદ પડી, ઠંડીનો અભાવને કારણે જીવાતનો ઉપદ્રવ વધ્યો

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">