AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદના ધંધુકામાં બાઇક વિવાદે લીધો યુવાનનો જીવ, મુખ્ય આરોપીની ધરપકડ, શહેરમાં શાંતિ સ્થાપવા પોલીસ તેનાત

ધંધુકામાં બાઇક ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે થયેલા વિવાદે હત્યાનું સ્વરૂપ લીધું. એક યુવાનની છરીના ઘા વાગવાથી મોત થઈ. ઘટના બાદ બે કોમના ટોળાં સામસામે આવી ગયા, જેમાં દુકાનો અને વાહનોમાં તોડફોડ તથા આગજની થઈ.

અમદાવાદના ધંધુકામાં બાઇક વિવાદે લીધો યુવાનનો જીવ, મુખ્ય આરોપીની ધરપકડ, શહેરમાં શાંતિ સ્થાપવા પોલીસ તેનાત
Harin Matravadia
| Edited By: | Updated on: Apr 18, 2026 | 9:38 PM
Share

અમદાવાદના ધંધુકામાં બાઇક ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે થયેલા વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કરતાં એક યુવાનની હત્યા થઈ છે, જેના પગલે શહેરમાં તણાવનો માહોલ છવાયો છે. પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને હત્યાના મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને શહેરમાં કાયદો તથા વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટનાની શરૂઆત બાઇક અથડાવા જેવી સામાન્ય બાબતથી થઈ હતી. એક મુસ્લિમ યુવાન પોતાની પત્નીને બ્યુટી પાર્લરમાં મૂકીને પરત ફરી રહ્યો હતો, ત્યારે તેની બાઇક અન્ય એક બાઇક સાથે અથડાઈ. આ ઘટના બાદ બંને પક્ષો વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ, જે જોતજોતામાં ઝપાઝપીમાં પરિણમી. આ ઝપાઝપી દરમિયાન, એક યુવાનની આંગળીમાં ફ્રેક્ચર થયું. આ ઘટના બાદ તે યુવાન હોસ્પિટલ ગયો હતો.

જોકે, આ બાબત અહીં સમાપ્ત થઈ નહીં. ઇજાગ્રસ્ત યુવાન બાદમાં 10-15 લોકોનું જૂથ બનાવીને બીજા પક્ષના યુવાનના ઘરે પહોંચ્યો. ત્યાં ફરીથી બંને જૂથો વચ્ચે ઉગ્ર ઝપાઝપી થઈ. આ દરમિયાન, જૂથના એક વ્યક્તિએ છરી કાઢી અને તે છરી યુવાનના પગમાં વાગી. છરી વાગવાને કારણે થયેલા વધુ પડતા રક્તસ્રાવથી યુવાનનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું.

આ હત્યાની ખબર પ્રસરતાની સાથે જ ધંધુકામાં બે કોમના ટોળાં સામસામે આવી ગયા હતા. ઉશ્કેરાયેલા ટોળાંએ શહેરના વિવિધ વિસ્તારોમાં દુકાનો અને વાહનોમાં વ્યાપક તોડફોડ કરી હતી અને આગજની પણ કરી હતી, જેના કારણે ભારે નુકસાન થયું હતું.

ઘટનાની ગંભીરતાને પારખીને અમદાવાદ ગ્રામીણ એસપી સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ધંધુકા પહોંચી ગયો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પોલીસે ઘટનાના 15 થી 20 મિનિટમાં જ હત્યાના મુખ્ય બે આરોપીઓને અટકાયતમાં લીધા હતા અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. આ ઉપરાંત, આગજની અને તોડફોડમાં સામેલ લોકોને પણ સીસીટીવી ફૂટેજના આધારે ઓળખી કાઢીને ડિટેન કરવામાં આવ્યા છે.

હાલ ધંધુકા શહેરમાં અજંપાભરી શાંતિ પ્રવર્તી રહી છે. પોલીસ દ્વારા તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ અને કોમ્બિંગ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. અમદાવાદ ગ્રામીણ એસપીએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, “જે પણ કાયદો હાથમાં લેશે, ચાહે તે કોઈ પણ સમુદાયનો હોય, તેની વિરુદ્ધ કડકથી કડક પગલાં લેવામાં આવશે.” પોલીસનું મુખ્ય ધ્યાન અત્યારે હત્યાના કેસની તપાસ પૂરી કરવા અને શહેરમાં કાયમી શાંતિ સ્થાપિત કરવા પર છે. આગજની કરનારાઓ સામે પણ ફરિયાદ નોંધીને તેમની ધરપકડ કરવામાં આવશે.

બાઇક ઓવરટેક કરવા બાબતે 2 કોમના લોકો વચ્ચે માથાકુટ, જુઓ Video

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">