Vadodara : મોંઘવારીનો માર સહન કરતી પ્રજાને વધુ એક ઝટકો, બરોડા ડેરીએ દૂધના ભાવમાં વધારો ઝીંક્યો
અમૂલ ડેરીએ (Amul Dairy) ભાવવધારો કર્યા બાદ હવે બરોડા ડેરીએ (Baroda dairy) પણ લિટર દીઠ દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે.
મોંઘવારીમાં પીસાતી પ્રજાને વધુ એક માર પડ્યો છે. અમૂલ ડેરીએ (Amul Dairy) ભાવવધારો કર્યા બાદ હવે બરોડા ડેરીએ (Baroda dairy) પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે. બરોડા ડેરીએ દૂધના ભાવમાં લિટર દીઠ 2 રૂપિયાનો વધારો કર્યો છે. આથી અમૂલ તાજા, ગાયનું દૂધ, સ્લિમ એન્ડ ટ્રીમ સહિતની વિવિધ કેટગરીમાં 1 રૂપિયાથી લઇને 12 રૂપિયા સુધીનો વધારો થયો છે. તાજા દૂધના (Tajaa Milk)200 MLના પાઉચમાં 1 રૂપિયાનો વધારો થતાં તેના ભાવ 9 રૂપિયાથી વધીને 10 થયા છે.
તાઝાના 500 MLના પાઉચમાં પણ 1 રૂપિયો વધારો
જ્યારે કે તાજાના 500 MLના પાઉચમાં પણ 1 રૂપિયો વધતાં તેના ભાવ 24 રૂપિયાથી વધીને 25 થયા છે.તાજાના 6 લિટરના દૂધના પાઉચમાં 12 રૂપિયાનો વધારો થતાં તેના ભાવ 276થી વધીને 288 થયા છે. ગોલ્ડ દૂધના (Gold Milk) 5 લિટરના પાઉચમાં 10 રૂપિયાનો વધારો થયો છે. જેના કારણે તેના ભાવ 300થી વધીને 310 રૂપિયા થયા છે.જ્યારે કે ગાયના દૂધના 500 MLના પાઉચના ભાવ 25થી વધીને 26 થયા છે, તો સ્લિમ ટ્રિમ દૂધના 500 MLના પાઉચના ભાવ 21થી વધીને 22 થયા છે.
સુમુલ ડેરીએ પણ દુધના ભાવમાં કર્યો વધારો
અમુલ બાદ હવે સુમુલ ડેરીએ (Sumul Dairy) દુધના ભાવમાં વધારો ઝીંક્યો છે.પ્રતિલિટર દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો સુમુલે વધારો કર્યો છે.સાથે જ સુમુલ તાજા દૂધમાં પણ 2 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે.મહત્વનું છે કે આગામી અઠવાડિયાથી દૂધના (Sumul Milk) ભાવમાં વધારો અમલી કરાશે. એક તરફ પેટ્રોલ-ડીઝલ અને શાકભાજીના ભાવ આસમાને છે અને હવે દૂધમાં થયેલા ભાવધારાને કારણે લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.