મોંધવારીનો માર, બરોડા ડેરીએ દૂધ અને છાસના ભાવમાં વધારો ઝીંકયો

બરોડા ડેરીએ અમૂલ ગોલ્ડ અને શક્તિ પર લીટરે 2 રૂપિયાનો વધારો કર્યો છે. ગોરસ છાશ 5 લીટરના પાઉચ પર 10 રૂપિયાનો વધારો ઝીંક્યો છે. આ ઉપરાંત ગોરશ છાશ 400 મિલી લીટરના પાઉચ પર 1નો વધારો કર્યો છે.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Mar 31, 2022 | 10:38 PM

વડોદરા વાસીઓને(Vadodara)  મોંઘવારીનો વધુ એક માર પડશે..બરોડા ડેરીએ(Baroda Dairy)  દૂધના ભાવમાં ફરી વધારો(Milk Price Hike)  કર્યો છે. બરોડા ડેરીએ અમૂલ ગોલ્ડ અને શક્તિ પર લીટરે 2 રૂપિયાનો વધારો કર્યો છે. ગોરસ છાશ 5 લીટરના પાઉચ પર 10 રૂપિયાનો વધારો ઝીંક્યો છે. આ ઉપરાંત ગોરશ છાશ 400 મિલી લીટરના પાઉચ પર 1નો વધારો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ડેરીએ 11 માર્ચે અન્ય દૂધ પેકિંગ પર ભાવ વધારાની જાહેરાત કરી હતી.. એક જ માસમાં બીજીવાર ભાવ વધારો કરાયો છે.

ઉલ્લેખનીય છે કે, 11 માર્ચના રોજ બરોડા ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો હતો. જેમાં અમૂલ ગોલ્ડના 500 મિલી સિવાય અન્ય પ્રોડક્ટના ભાવ વધારવામાં આવ્યા  હતા..અમૂલ ગોલ્ડના 500 ગ્રામ પાઉચના 30 રૂપિયા યથાવત રખાયા છે.ડેરીએ અમૂલ ગોલ્ડના પાંચ લીટર પાઉચ, અમૂલ તાજાના 6 લીટર પાઉચ, અમૂલ ગાયના 500 મિલી દૂધના પાઉચના ભાવમાં વધારો કર્યો હતો .નવા ભાવની વાત કરીએ તો અમૂલ ગોલ્ડના 5 લીટર પાઉચના 290 રૂપિયા હતા જેમાં 10 રૂપિયાનો વધારો થતાં હવે 300 રૂપિયા ચૂકવવા પડશે.અમૂલ તાજા 1 લીટરના 46 રૂપિયા હતા.જેમાં લીટરે બે રૂપિયા વધારતા હવે 48 રૂપિયા ચૂકવવા પડશે. તો અમૂલ તાજાના 6 લીટર પાઉચના 250 રૂપિયા હતા તેમાં 23 રૂપિયાનો વધારો કરતા હવે 273 રૂપિયા ચૂકવવા પડશે.

અમૂલ સ્લીમ એન્ડ ટ્રીમ 500 મિલી પાઉચના 20 રૂપિયા હતા..તેમાં 1 રૂપિયો વધારતા હવે 21 રૂપિયા ચૂકવવા પડશે.જ્યારે અમૂલ ગાયના પ્રતિ લીટર દૂધમાં બે રૂપિયા વધારાયા છે.જેથી હવે તેની લીટર દીઠ 48ની જગ્યાએ 50 રૂપિયા ચૂકવવા પડશે.

આ પણ વાંચો : Jamnagar : આગામી નાણાકીય વર્ષમાં બેંકો જામનગર જિલ્લામાં રૂપિયા 5752.26 કરોડનું ધિરાણ કરશે

આ પણ વાંચો :  અમદાવાદ સહીત દેશની 37 કેન્ટોન્મેન્ટ હોસ્પિટલમાં આગામી 1લી મેથી આયુર્વેદ ક્લિનિકનો થશે પ્રારંભ

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati