Girsomnath News : લાંબા વિરામ બાદ ગીરમાં જામ્યો વરસાદી માહોલ, જુઓ Video
ગીરસોમનાથના કોડીનાર અને ઉનામાં આજે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો છે. લાંબા દિવસોના વિરામ બાદ ગીરમાં જામ્યો વરસાદી માહોલ જોવા મળ્યો છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગીર સોમનાથના વિવિધ તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યા છે. ગીરસોમનાથના કોડીનાર અને ઉનામાં આજે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો છે. લાંબા દિવસોના વિરામ બાદ ગીરમાં જામ્યો વરસાદી માહોલ જોવા મળ્યો છે.
બીજી તરફ દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. 2 દિવસના વિરામ બાદ દાહોદમાં વરસાદ વરસ્યો હતો. તેમજ લીમડી, સંજેલી, વરોડ, નાનસલાઈમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. માછણ ડેમમાં નવા નીર આવતા સપાટી 277.64 મીટરે પહોંચી છે.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર 134. 75 મીટરે પહોંચ્યો છે. પાણીનું રૂલ લેવલ જાળવવા ડેમના 9 દરવાજા ખોલાયા છે. રિવરબેડ પાવરહાઉસમાંથી 43,332 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે. કેનાલ હેડ પાવરહાઉસમાંથી 9,644 ક્યુસેક પાણી છોડાયુ છે. નર્મદા ડેમમાંથી કુલ 52,976 ક્યુસેક પાણી છોડાયું છે. ઉપરવાસમાંથી 2.66 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ છે.