મોરબી પુલ હોનારત વખતે હાઈકોર્ટમાં કરેલ સોંગદનામુ માત્ર કાગળ પર, જો કામ થયુ હોત તો 14 માનવ જિંદગી બચી ગઈ હોત

મોરબી પુલ હોનારત વખતે હાઈકોર્ટમાં કરેલ સોંગદનામુ માત્ર કાગળ પર, જો કામ થયુ હોત તો 14 માનવ જિંદગી બચી ગઈ હોત

| Edited By: | Updated on: Jul 09, 2025 | 9:35 PM

મહીસાગર નદી પર ગંભીરાનો બ્રિજનો વચ્ચેનો ભાગ આજે સવારે એકાએક તુટી પડ્યો. આ ઘટનાએ ગુજરાતમાં નજીકના ભૂતકાળમાં મોરબી ખાતે થયેલ ઝુલતા પુલની દુર્ધટનાને યાદ અપાવી દીધી હતી. જેમ મોરબીમાં પુલ તુટી પડ્યો અને તેની ઉપર ઉમટેલા માનવીઓ નદીમાં ખાબકીને મર્યા હતા એવી જ રીતે ગંભીરાના પુલનો ભાગ તુટતા વાહનો મહીસાગર નદીમાં ગરકાવ થયા. વાહનમાં સવાર લોકોમાંથી 13ના મોત થયા હોવાનું સત્તાવાર જાહેર કરવામાં આવ્યું છે. 

મોરબીનો જુલતો પુલ તુટી પડ્યા બાદ, ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકારે એક સોંગદનામુ દાખલ કર્યું હતું. આ સોંગદનામાની અંદર રાજ્યમાં આવેલ હયાત પુલ અંગે જે કોઈ કાર્યવાહી કરવાની કહી હતી તે મુજબ કાર્યવાહી મહીસાગરના ગંભીરા પુલ માટે કરાઈ હોત તો કદાચ આજે 14 માનવ જિંદગી બચી ગઈ હોત.

મહીસાગર નદી પર ગંભીરાનો બ્રિજનો વચ્ચેનો ભાગ આજે સવારે એકાએક તુટી પડ્યો. આ ઘટનાએ ગુજરાતમાં નજીકના ભૂતકાળમાં મોરબી ખાતે થયેલ ઝુલતા પુલની દુર્ધટનાને યાદ અપાવી દીધી હતી. જેમ મોરબીમાં પુલ તુટી પડ્યો અને તેની ઉપર ઉમટેલા માનવીઓ નદીમાં ખાબકીને મર્યા હતા એવી જ રીતે ગંભીરાના પુલનો ભાગ તુટતા વાહનો મહીસાગર નદીમાં ગરકાવ થયા. વાહનમાં સવાર લોકોમાંથી 13ના મોત થયા હોવાનું સત્તાવાર જાહેર કરવામાં આવ્યું છે.

આ દુર્ઘટનાને પગલે, ગુજરાત સરકારે મોરબી પુલ હોનારતમાં હાઈકોર્ટમાં દાખલ કરેલ સોંગદનામુ અને તેમાં જણાવેલ કાર્યો ના થવા અંગેની વિગતો વહેતી થવા પામી છે. સરકારે હાઈકોર્ટમાં કહ્યું હતું કે ગુજરાતના તમામ વર્તમાન બ્રિજનો સર્વે કરાશે. એક્ઝિક્યુટીવ એન્જિનિયર દ્વારા તેની ચકાસણી કરાશે. એક રજીસ્ટ્રર રખાશે જેમાં સમયાંતરે નોંધ કરાશે. આ સોંગદનામુ માત્ર કાગળોમાં જ રહેવા પામ્યુ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. મોરબી પુલ હોનારતમાં કાનુની લડાઈ લડનારાએ, ગંભીરા પુલ હોનારતને સાંકળીને હાઈકોર્ટમાં ફરી સરકારના કાન આમળવાની વાત કરી છે. તેમણે કહ્યું કે, જો સરકારે કરેલા સોંગદનામા અનુસાર ગંભીરા બ્રિજ માટે કાર્યાવાહી હાથ ધરાઈ હોત તો કદાચ આજે 13 માનવ જિંદગી હસતી રમતી હોત.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 09, 2025 08:05 PM