અમદાવાદમાં રોડ પર વાહન પાર્ક કરનારાઓ સામે AMC- પોલીસ કડક કાર્યવાહી કરશે, ટ્રાફિકને લઈને એક્શન પ્લાન તૈયાર – જુઓ Video

અમદાવાદમાં રોડ પર વાહન પાર્ક કરનારાઓ સામે AMC- પોલીસ કડક કાર્યવાહી કરશે, ટ્રાફિકને લઈને એક્શન પ્લાન તૈયાર – જુઓ Video

| Edited By: | Updated on: Dec 22, 2025 | 9:05 PM

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ટ્રાફિક મેનેજમેન્ટ માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. આ પ્લાન હેઠળ નિયમોનું ભંગ કરીને પાર્કિંગ કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે અને ટ્રાફિક પર પડતા નડતરરૂપ દબાણો હટાવવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ટ્રાફિક મેનેજમેન્ટ માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. આ પ્લાન હેઠળ નિયમોનું ભંગ કરીને પાર્કિંગ કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે અને ટ્રાફિક પર પડતા નડતરરૂપ દબાણો હટાવવામાં આવશે. વધુમાં પાર્કિંગ હોવા છતાં ગ્રાહકોને બહાર પાર્કિંગ કરવા મજબૂર કરનારા એકમો સામે કાર્યવાહી કરવામાં આવશે.

પાર્કિંગ ખાલી હોવા છતાં મુખ્ય માર્ગ પર વાહન પાર્ક કરનાર એકમો સામે પણ કડક પગલાં લેવામાં આવશે. ખાસ વાત એ છે કે, લાંબા સમયથી મુખ્ય માર્ગ પર ઊભા રહેતા વાહનો જપ્ત કરવામાં આવશે.

આ સિવાય જાહેર રસ્તા, સર્વિસ રોડ અને ફૂટપાથ પરથી દબાણ દૂર કરવામાં આવશે. વધુમાં શોપિંગ સેન્ટર, મોલ, હોસ્પિટલ અને બીજા જાહેર સ્થળોની આસપાસ ગેરકાયદેસર પાર્કિંગ મુદ્દે સંબંધિત બિલ્ડિંગ માલિકો અને સંચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

AMC એ ટ્રાફિક સમસ્યાનું કાયમી ઉકેલ લાવવા માટે ‘એન્જિનિયરિંગ, એન્ફોર્સમેન્ટ, એન્કરેજમેન્ટ, એજ્યુકેશન અને ઇવેલ્યુએશન’ એમ પાંચ સ્તંભ પર આધારિત વ્યૂહરચના અમલમાં મૂકી છે. હાલ AMC દબાણ અને પાર્કિંગ મુદ્દે સવારે, સાંજે અને રાત્રે એમ ત્રણ શિફ્ટમાં સઘન કામગીરી ચલાવી રહી છે.

CG રોડ, આશ્રમ રોડ, SG હાઇવે, 132 ફૂટ અને 150 ફૂટ રિંગ રોડ જેવા શહેરના મુખ્ય માર્ગો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે આ ઝુંબેશ આગામી દિવસોમાં વધુ વિસ્તૃત કરવામાં આવશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Dec 22, 2025 09:01 PM