પ્રાંતિજ રેલવે ઓવરબ્રિજ પરથી પિકઅપ જીપ 40 ફૂટ નીચે પટકાઈ, જુઓ

|

Jun 25, 2024 | 6:31 PM

પ્રાંતિજ નજીક રેલવે ઓવરબ્રિજ પરથી એક પિકઅપ જીપ નીચે પટકાઈ હતી. રાજસ્થાનના બુંદીથી ટામેટાં ભરીને પિકઅપ જીપ અમદાવાદ આવી રહી હતી. એ દરમિયાન પ્રાંતિજ નજીક ચંચળબા નગર રેલવે ઓવરબ્રિજ પરથી પિકઅપ જીપ નીચે પટકાઈને એક ખેતરમાં પડી હતી.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક રેલવે ઓવરબ્રિજ પરથી એક પિકઅપ જીપ નીચે પટકાઈ હતી. રાજસ્થાનના બુંદીથી ટામેટાં ભરીને પિકઅપ જીપ અમદાવાદ આવી રહી હતી. એ દરમિયાન પ્રાંતિજ નજીક ચંચળબા નગર રેલવે ઓવરબ્રિજ પરથી પિકઅપ જીપ નીચે પટકાઈને એક ખેતરમાં પડી હતી.

લગભગ ચાળીસેક ફુટ ઉપરની ઉંચાઈથી પિકઅપ જીપ નીચે પટકાઈ હતી. ઓવરબ્રિજ પરની પ્રોટેક્શન વોલને અથડાઈને તેની પરથી પલટી જઈ તે નીચે પટકાઈ જવા પામેલ. સદનસીબે વાહનમાં રહેલ ચાલકનો આબાદ બચાવ થતા રાહત સર્જાઈ હતી. સ્થાનિક પોલીસે ઘટના અંગે તપાસ હાથ ધરી છે.

 

આ પણ વાંચો: કુવૈતથી પરત ફરેલા અલ્પેશ પટેલે સંભળાવી આપવીતી, દવા-સાબુ માંગે તો પણ બેરહેમ માર પડતો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video