Gujarati Video : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદા-જુદા 3 સ્થળે સર્જાયો અકસ્માત,એકનું મોત, 12 ઈજાગ્રસ્ત

Gujarati Video : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદા-જુદા 3 સ્થળે સર્જાયો અકસ્માત,એકનું મોત, 12 ઈજાગ્રસ્ત

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2023 | 9:31 AM

દેવભૂમિદ્વારકા જિલ્લામાં જુદા-જુદા 3 સ્થળે અકસ્માત સર્જાયા છે. જેમાં એકનું મોત થયું છે. જ્યારે 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ અકસ્માત ખંભાળિયા-દ્વારકા હાઈવે પર થયા છે.

Devbhumi Dwarka : રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. ત્યાં દેવભૂમિદ્વારકા જિલ્લામાં જુદા-જુદા 3 સ્થળે અકસ્માત સર્જાયા છે. જેમાં એકનું મોત થયું છે. જ્યારે 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ અકસ્માત ખંભાળિયા-દ્વારકા હાઈવે પર થયા છે.

આ પણ વાંચો : Devbhumi Dwarka : ખંભાળિયામાં આયુર્વેદિક સીરપમાંથી આલ્કોહોલ મળવાના કેસમાં મોટો ખુલાસો, ચાંગોદરની ફેક્ટરીમાં બનતી હતી સીરપ, જુઓ Video

પ્રથમ અકસ્માત લીંબડી નજીક બાઇક અને 108 એમ્બ્યુલન્સ વચ્ચે સર્જાયો હતો. જેમાં એકનું ઘટના સ્થળે મોત થયું જ્યારે ત્રણ લોકોને સારવાર માટે ખંભાળિયા લઈ જવાયા છે. ઘટનામાં એક બાઈક પર ચાર લોકો સવાર હોવાનું સામે આવ્યું છે.

તો બીજીતરફ સામોર ગામના પાટીયા નજીક બીજો અકસ્માત સર્જાયો. જેમાં પીકઅપ વાન ડિવાઈડર સાથે ટકરાતા 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ તરફ ખંભાળિયા માર્કેટ યાર્ડ નજીક ડાયવર્ઝનના પથ્થર સાથે કાર ટકરાતાં એક મહિલા ઈજાગ્રસ્ત થઈ છે. જેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાઈ હતી.

 દેવભૂમિ દ્વારકા સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">