Devbhumi Dwarka: શંકાસ્પદ નશાકારક સીરપની વધુ 15 હજાર બોટલ ઝડપાઇ, ભાણવડી ગામના ગોડાઉનમાંથી મળી બોટલ, જૂઓ Video
ખંભાળિયામાંથી ફરી મોટી માત્રામાં શંકાસ્પદ સીરપનો જથ્થો ઝડપાયો છે. ભાણવડી ગામના એક ગોડાઉનમાંથી પોલીસે બાતમીને આધારે રેડ કરી હતી. તપાસ દરમિયાન ગોડાઉનમાંથી અંદાજે 15 હજાર જેટલી શંકાસ્પદ સીરપની બોટલો મળી આવી હતી.
Devbhumi Dwarka : ગુજરાતમાં સીરપના નામે નશીલા પદાર્થનું વેચાણ થઈ રહ્યું છે, ત્યારે દ્વારકાના ખંભાળિયામાંથી ફરી એકવાર નશાકારક સીરપના (Alcoholic syrup)વિશાળ ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ખંભાળિયામાંથી ફરી મોટી માત્રામાં શંકાસ્પદ સીરપનો જથ્થો ઝડપાયો છે. ભાણવડી ગામના એક ગોડાઉનમાંથી પોલીસે બાતમીને આધારે રેડ કરી હતી. તપાસ દરમિયાન ગોડાઉનમાંથી અંદાજે 15 હજાર જેટલી શંકાસ્પદ સીરપની બોટલો મળી આવી હતી. જેથી પોલીસ અંદાજે 25 લાખથી વધુની કિંમતનો સીરપનો જથ્થો જપ્ત કર્યો છે. હાલ તો પોલીસે સીરપ જપ્ત કરી આગળની તપાસ શરૂ કરી છે.
ગઈકાલે પણ દેવભૂમિદ્વારકાની LCBએ ખંભાળિયાના જોધપુર ગેઈટ વિસ્તારમાં આવેલી એક ટ્રકમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાંથી કાલ મેઘસવા નામની સીરપની 4 હજાર બોટલ મળી આવી હતી. આ સીરપની તપાસ કરતા ધ્યાને આવ્યું કે, આતો સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ યુક્ત સીરપ છે. ત્યારબાદ પોલીસે 6 લાખની સીરપ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
દેવભૂમિ દ્વારકા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો