ગાંધીનગરના કલોલ GIDC માં દુર્ઘટના : કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત

| Edited By: | Updated on: May 15, 2026 | 7:19 PM

ગઈકાલે મોડી રાત્રે મજૂરો વારાફરતી ટાંકો સાફ કરવા માટે નીચે ઉતર્યા હતા. ટાંકાની અંદર ગૂંગળામણ અને ઝેરી ગેસના કારણે એક પછી એક મજૂરો બેભાન થઈ ગયા હતા અને અંતે ત્રણ મજૂરોના મોત થયા હતા.

ગાંધીનગર જિલ્લાના કલોલ સઈઝ GIDC વિસ્તારમાં આવેલી મફતલાલ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ નામની તાડપત્રી બનાવતી ફેક્ટરીમાં ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. ફેક્ટરીમાં તાડપત્રીને કલર કરવાની પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા કેમિકલ વેસ્ટનો કચરો પાણીના ટાંકામાં જમા કરાતો હતો. આ ટાંકો સાફ કરવા ઉતરેલા ચાર મજૂરો પૈકી ત્રણના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે એક મજૂર હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

માહિતી મુજબ ગઈકાલે મોડી રાત્રે મજૂરો વારાફરતી ટાંકો સાફ કરવા માટે નીચે ઉતર્યા હતા. ટાંકાની અંદર ગૂંગળામણ અને ઝેરી ગેસના કારણે એક પછી એક મજૂરો બેભાન થઈ ગયા હતા અને અંતે ત્રણ મજૂરોના મોત થયા હતા.

ઘટનાની જાણ થતાં ONGC ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે મહેનત બાદ મજૂરોના મૃતદેહોને ટાંકામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મજૂરોને કોઈપણ પ્રકારની સેફ્ટી કિટ કે સુરક્ષા સાધનો વગર ટાંકો સાફ કરવા માટે ઉતારવામાં આવ્યા હતા. આ ઘટનાએ કંપની માલિક અને મેનેજમેન્ટની ગંભીર બેદરકારી સામે લાવી છે. હાલ સમગ્ર મામલે પોલીસ તેમજ સંબંધિત વિભાગો દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટનાને લઈને શ્રમિક વર્ગમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.

PM નરેન્દ્ર મોદીની અપીલને પગલે, ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, જુઓ Video

Follow Us