કોરોનાના કાળમાં કેમ ભુલાય ગુજરાત? BAPS સંસ્થા 440 મેટ્રિક ટન લિક્વિટ ઓક્સિજન અબુ ધાબીથી ગુજરાત મોકલશે

સમગ્ર દેશ જ્યારે કોરોનાના સંકંજામાં સપડાયેલું છે, ત્યારે હવે ધાર્મિક સંસ્થાઓ પણ લોકોના જીવ બચાવવા માટે આગળ આવી છે. આવી જ એક સંસ્થા છે બીએપીએસ.

  • TV9 Webdesk13
  • Published On - 12:50 PM, 5 May 2021

સમગ્ર દેશ જ્યારે કોરોનાના સંકંજામાં સપડાયેલું છે, ત્યારે હવે ધાર્મિક સંસ્થાઓ પણ લોકોના જીવ બચાવવા માટે આગળ આવી છે. આવી જ એક સંસ્થા છે બીએપીએસ. સમગ્ર વિશ્વમાં અનેક મંદિરો ધરાવતી આ સંસ્થાએ હવે અબુ ધાબીથી ઓક્સિજનના સિલિન્ડર અને ટેન્કર મોકલવાની શરૂઆત કરી દીધી છે.

એક અંદાજ મુજબ આગામી દિવસોમાં બીએપીએસ સંસ્થા દ્વારા 440 મેટ્રિક ટન લિક્વિટ ઓક્સિજન ગુજરાત પહોંચશે. આ અઠવાડિયામાં ઓક્સિજનના 600 સિલિન્ડર, 130 કોન્સન્ટ્રેટર અને 30 હજાર લીટર મેડિકલ ઓક્સિજન ગેસ પહોંચતા કરવામાં આવ્યા છે.