અમદાવાદ જિલ્લામાં આત્મનિર્ભર ગ્રામ યાત્રા 18 -20 નવેમ્બરથી સુધી યોજાશે

અમદાવાદ જિલ્લામાં આત્મનિર્ભર ગ્રામ યાત્રા 18 -20 નવેમ્બરથી સુધી યોજાશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2021 | 11:55 PM

અમદાવાદ જિલ્લામાં 18 નવેમ્બરથી 20 નવેમ્બર સુધી આત્મનિર્ભર રથ ગામડાઓમાં ફરશે.જેમાં જિલ્લા પંચાયતની 34 સીટોને આવરી લેવામાં આવશે.

અમદાવાદ(Ahmedabad)  જિલ્લામાં આત્મનિર્ભર ગ્રામ યાત્રા(Gram Yatra)  યોજાશે.18 નવેમ્બરથી 20 નવેમ્બર સુધી આત્મનિર્ભર રથ( Aatamnirbhar Rath)  ગામડાઓમાં (Villages) ફરશે.જેમાં જિલ્લા પંચાયતની(Jilla Panchayat)  34 સીટોને આવરી લેવામાં આવશે.જિલ્લાના મોડાસર ગામથી આત્મનિર્ભર રથયાત્રાનો પ્રારંભ થશે. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં આત્મનિર્ભર ગ્રામયાત્રા કાઢવાનું સરકારે આયોજન કર્યું છે.

જેમાં અમદાવાદ જિલ્લામાં આ માટે ત્રણ રથ ફાળવવામાં આવશે.ગ્રામ પંચાયતોની ચૂંટણી પહેલા આત્મનિર્ભર રથ દ્વારા સરકારના જુદા-જુદા વિભાગોની યોજનાઓ વિશે લોકોને માહિતી આપવામાં આવશે..રથ મારફતે નાગરિકોને વિકાસ કામોથી માહિતગાર કરાશે.આત્મનિર્ભર ગ્રામયાત્રા દરમિયાન વિકાસ કામોના ખાતમુહૂર્ત, લોકાર્પણ અને વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ગ્રામ પંચાયતોની આગામી ચૂંટણી પહેલા સરકાર એક્શનમાં આવી છે. રાજ્ય સરકારની ગ્રામ્ય વિકાસલક્ષી વિવિધ યોજનાઓની એક ઝાંખી તૈયાર કરવામાં આવી છે. આ LED લાઈટ સાથેની ઝાંખી આગામી 18 નવેમ્બરથી ત્રણ દિવસ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં પરિભ્રમણ કરશે. ગુજરાત સરકારની ગ્રામ્ય વિકાસલક્ષી વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રચાર કરવામાં આવશે.

આ અંગે પત્રકાર પરિષદને સંબોધન કરતા રાજ્યના ગ્રામ વિકાસ પ્રધાન બ્રિજેશ મેરજાએ જણાવ્યું કે રાજ્યમાં 1009 જેટલી જિલ્લા પંચાયતની બેઠકો સુધી ગ્રામયાત્રાના રથ ફરશે. રથની સંખ્યા 100 છે જે જિલ્લા પંચાયતની 1009 બેઠકોને આવરી લેશે. આ રથ સવારે 8 થી 12 અને સાંજે 4 થી 8 સુધી ફરશે. ગ્રામયાત્રા માટે રાથોના પરિભ્રમણના 993 જેટલા રૂટ નક્કી કરવામાં આવ્યાં છે. જેમાં રાજ્યના 10,605 ગામડાઓને આવરી લેવામાં આવ્યાં છે.

આ પણ  વાંચો : શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ આપ્યા સંકેત, રાજ્યમાં જલ્દી જ શરૂ થશે ધોરણ-1થી 5ના ઓફલાઈન વર્ગો

આ પણ  વાંચો :  VADODARA : દુષ્કર્મ અને આત્મહત્યા કેસમાં યુવતીની સંસ્થામાં સાથે કામ કરતા સ્ટાફની પૂછપરછ કરવામાં આવી

Published on: Nov 15, 2021 11:50 PM
g clip-path="url(#clip0_868_265)">