શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ આપ્યા સંકેત, રાજ્યમાં જલ્દી જ શરૂ થશે ધોરણ-1થી 5ના ઓફલાઈન વર્ગો

કોરોના કાળના લાંબા સમય બાદ પ્રાથમિક શાળાઓ ખોલવા સરકાર વિચારણા કરી રહી છે. તેમજ નાના બાળકોના આરોગ્યની સુરક્ષા સાથે તેના ભણતરની સરકારે ચિંતા કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2021 | 10:59 PM

RAJKOT : આગામી સમયમાં ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓનું ઓફલાઈન શિક્ષણ શરૂ થઈ શકે છે. રાજકોટમાં શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ ધોરણ 1થી 5ના ઓફલાઈન વર્ગો શરૂ કરવાના સંકેત આપ્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓને લઈ જલદી સારા સમાચાર મળશે. ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળના કારણે લાંબા સમયથી નાના બાળકોનું ઓફલાઈન શિક્ષણ બંધ છે. કોરોનાના કેસ હળવા થયા બાદ છઠ્ઠા ધોરણથી વિદ્યાર્થીઓનું શિક્ષણ ચાલું છે. નાના બાળકોને હજુ પણ ઓનલાઈન શિક્ષણ અપાઈ રહ્યું છે.

કોરોના કાળના લાંબા સમય બાદ પ્રાથમિક શાળાઓ ખોલવા સરકાર વિચારણા કરી રહી છે. તેમજ નાના બાળકોના આરોગ્યની સુરક્ષા સાથે તેના ભણતરની સરકારે ચિંતા કરી છે. ગત 10 નવેમ્બરે યોજાયેલી કેબીનેટ બેઠક વિશે પત્રકાર પરિષદને સંબોધતા રાજ્ય સરકારના પ્રવક્તા શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ કહ્યું હતું કે શિક્ષણ વિભાગ શાળાઓ ખોલવા તૈયાર છે, પરંતુ બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને થોડા દિવસ બાદ શરૂ કરવાની વિચારણા છે.

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ સમગ્ર મામલે નિવેદન આપ્યું હતુ કે, તંત્ર બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને થોડા દિવસ બાદ પ્રાથમિક શાળા શરૂ કરવાની વિચારણા કરી રહી છે.હાલ શિક્ષણ વિભાગ દ્વારા 10થી વધુ એક્સપર્ટોની એક કમિટી બનાવવામાં આવશે.જેમાં બાળકને ઓનલાઈન શિક્ષણમાંથી ઓફલાઈન શિક્ષણમાં ઢાળવા માટેના વિચારવિમક્ષ કરાશે અને બાળકોને છેલ્લા બે વર્ષમાં પડેલી મુશ્કેલીના નિવારણ માટે આયોજન કરવામાં આવશે.

આ પણ વાંચો : VADODARA : દુષ્કર્મ અને આત્મહત્યા કેસમાં યુવતીની સંસ્થામાં સાથે કામ કરતા સ્ટાફની પૂછપરછ કરવામાં આવી

આ પણ વાંચો : પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 20 માછીમારોનું વાઘા બોર્ડરથી ભારતમાં આગમન, મોદી સરકારનો માન્યો આભાર

Follow Us:
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">