ગુજરાતની સ્થાનિક ચૂંટણીના પરિણામોમાં AAPએ જમાવ્યો પગ, દેવભૂમિ દ્વારકાના સલાયામાં 12 બેઠક ઝડપી, જુઓ Video

author
| Edited By: | Updated on: Feb 18, 2025 | 10:35 AM

એક તરફ દિલ્લીમાં આમ આદમી પાર્ટીનો સફાયો થયો છે. ત્યારે બીજી તરફ દેવભૂમિ દ્વારકાના સલાયા નગર પાલિકામાં વોર્ડ નંબર 2માં આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. ચારેય ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. મળતી માહિતી અનુસાર આ ચૂંટણીમાં અત્યાર સુધી આમ આદમી પાર્ટીના કુલ 12 ઉમેદવારની જીત થઈ છે.

રવિવારે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી આજે હાથ ધરવામાં આવી છે. જેમાં કેટલીક બેઠકો પર મતગણતરી પુરી થઈ પરિણામ જાહેર થઈ ગયું છે. કોઈ જગ્યાએ ભાજપ, અપક્ષ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ બાજી મારી છે. એક તરફ દિલ્લીમાં આમ આદમી પાર્ટીનો સફાયો થયો છે.

ત્યારે બીજી તરફ દેવભૂમિ દ્વારકાના સલાયા નગર પાલિકામાં વોર્ડ નંબર 1 અને 2માં આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. ચારેય ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. મળતી માહિતી અનુસાર આ ચૂંટણીમાં અત્યાર સુધી આમ આદમી પાર્ટીના કુલ 12 ઉમેદવારની જીત થઈ છે.

અમરેલી નગર પાલિકા વોર્ડ નંબર 5માં ભાજપનો વિજય

અમરેલી નગર પાલિકા વોર્ડ નંબર 5ની પેટા ચૂંટણીમાં ભાજપ વિજયી થયુ છે.ભાજપના ઉમેદવાર કોમલબેન રામાણી વિજેતા બન્યા છે. તેમનો 562 મતોથી વિજય થયો છે.

જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર 1 પર ભાજપ વિજેતા

ભરૂચમાં જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર એકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો 471 મતે વિજય થયો છે. અમીષબેન કરણભાઈ વાઘેલાની જીત થઇ છે. ફરી એકવાર વોર્ડ નંબર 1માં ભાજપે ભાગવો લહેરાવ્યો છે.

Published on: Feb 18, 2025 10:33 AM