Surat: પાંડેસરામાં અમીન નામની મીલમાં લાગેલી આગ ભારે જહેમત બાદ કાબુમાં
પ્રાથમિક માહિતી અનુસાર કાપડની મીલમાં આગ લાગતા કાપડનો જથ્થો બળીને ખાક થઇ ગયો છે. અત્યાર સુધીમાં જાનહાનીના કોઇ અહેવાલ નથી.
સુરત (Surat)ના પાંડેસરા GIDC વિસ્તારમાં ફરી એક વાર આગ (Fire)લાગવાનો બનાવ બન્યો હતો. GIDCના પ્લોટ નંબર 85માં મોડી રાત્રે અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. અમીન નામની મિલમાં ભીષણ આગ લાગવાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ગયુ હતુ. ભીષણ આગ લાગવાના પગલે ફાયર બ્રિગેડની (Fire brigade) 17થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ ફાયર વિભાગને આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી છે.
સુરતના પાંડેસરાના જીઆઇડીસીના પ્લોટ નંબર 85માં અમીન નામની કાપડની મીલમાં મોડી રાત્રે આગ લાગી હતી. આગે ભીષણ સ્વરૂપ ધારણ કરતા થોડા જ સમયમાં સમગ્ર મીલમાં ફેલાઇ ગઇ હતી. આગ લાગવાના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઇ હતી. આગ એટલી વિકરાળ હતી કે 17થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ આગ પર કાબુ મેળવવા માટે ઘટનાસ્થળ પર પહોંચી ગઇ હતી. જો કે હવે ભારે જહેમત બાદ ફાયર વિભાગને આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી છે..
આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યુ નથી. જો કે પ્રાથમિક ધોરણે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યુ છે. મળતી માહિતી મુજબ આ મીલમાં સીલ્ક કાપડ એટલે કેમિકલવાળુ કાપડ રાખવામાં આવે છે. જેના કારણે આગ જલ્દી ફેલાઇ હતી. આગ લાગવાના કારણે મીલમાં રાખેલો કાપડનો જથ્થો બળીને ખાખ થઇ ગયો છે. તો હાલમાં આગ લાગવાની ઘટનામાં કોઇ જાનહાનીના સમાચાર પ્રાપ્ત નથી.
આ પણ વાંચો-
દાદરાનગર હવેલી: યુવતીએ મોતને વ્હાલુ કરવા નદીમાં છલાંગ લગાવી, સ્થાનિક યુવકના સાહસે તેની જીંદગી બચાવી
આ પણ વાંચો-