Kutch : વિદ્યાર્થિનીએ આચાર્યના માનસિક ત્રાસથી જીવન ટૂંકાવ્યાનો આક્ષેપ, પોલીસ અને શિક્ષણ વિભાગ તપાસમાં જોડાયું, જુઓ Video

| Edited By: | Updated on: Jan 24, 2025 | 2:58 PM

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વિદ્યાર્થીઓના આપઘાતની ઘટનામાં વધારો થયો છે. કચ્છના રાપરના ભીમાસરની વિદ્યાર્થિનીએ પણ આત્મહત્યા કરી હોવાની ઘટના બની હતી. આચર્યના માનસિક ત્રાસથી કિશોરીએ જીવન ટૂંકાવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વિદ્યાર્થીઓના આપઘાતની ઘટનામાં વધારો થયો છે. કચ્છના રાપરના ભીમાસરની વિદ્યાર્થિનીએ પણ આત્મહત્યા કરી હોવાની ઘટના બની હતી. આચર્યના માનસિક ત્રાસથી વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. શાળાના આચાર્ય વિરુદ્ધ માનસિક ત્રાસ આપવાની ફરિયાદ નોંધાઈ હતી. સમાજિક આગેવાનો સહિતનાં લોકોએ વિરોધ નોંધાવ્યો છે. આચાર્ય સામે ફરિયાદ નોંધી ફરજ પરથી બરતરફ કરવા માગ કરાઈ હતી.

શિક્ષણ વિભાગ પણ તપાસમાં જોડાયું

રાપરમાં વિદ્યાર્થિનીએ કરેલા આપઘાતની ઘટનામાં પોલીસ બાદ હવે શિક્ષણ વિભાગ પણ તપાસમાં જોડાયું છે. જિલ્લા શિક્ષણ વિભાગની એક ટીમ પણ તપાસ કરવા માટે રાપરના ભીમાસર રવાના થઈ છે. આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીનું નિવેદન પણ સામે આવ્યું છે. શિક્ષણ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આચાર્યની બેદરકારી સામે આવશે તો કડક શિક્ષાત્મક કાર્યવાહી કરાશે.