Gandhinagar : દહેગામના વાસણા સોગઠીમાંથી એક સાથે ઉઠી 8 લોકોની નનામી, અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા, જુઓ Video

Gandhinagar : દહેગામના વાસણા સોગઠીમાંથી એક સાથે ઉઠી 8 લોકોની નનામી, અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા, જુઓ Video

| Edited By: | Updated on: Sep 14, 2024 | 1:05 PM

ગાંધીનગર જિલ્લાના દહેગામના વાસણા સોગઠી ગામ પાસેથી મેશ્વો નદીમાં નાહવા પડેલા 10 યુવાનો ડૂબ્યા હતા. જેમાંથી 8 લોકોના મોત થયા હતા. જ્યારે 2 લોકોના જીવ બચી ગયા હતા. આજે દહેગામના વાસણા સોગઠી ગામમાં એક સાથે 8 લોકોની અંતિમ યાત્ર નીકળી છે.

ગાંધીનગર જિલ્લાના દહેગામના વાસણા સોગઠી ગામ પાસેથી મેશ્વો નદીમાં નાહવા પડેલા 10 યુવાનો ડૂબ્યા હતા. જેમાંથી 8 લોકોના મોત થયા હતા. જ્યારે 2 લોકોના જીવ બચી ગયા હતા. આજે દહેગામના વાસણા સોગઠી ગામમાં એક સાથે 8 લોકોની અંતિમ યાત્ર નીકળી છે. એક સાથે 8 લોકોની નનામી ઉઠતા ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.

ગામમાં મૃતકોના સ્વજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યુ હતું. અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. મૃતકોની અંતિમક્રિયા સંપન્ન કરવામાં આવી છે. પિતાએ પુત્રના મૃતદેહને અગ્નિદાહ આપ્યો છે. સ્વજનો પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ગણેશ વિસર્જન બાદ તમામ યુવકો અંબાજી દર્શને જવાના હતા. અંબાજી દર્શને જાય તે પૂર્વે જ યુવકોના નિધન થયા છે.

એક પરિવારે એક સાથે 2 પુત્ર ગુમાવ્યા

દહેગામના વાસણા સોગઠી ગામના અનેક પરિવારો માટે ગોજારો સાબિત થયો હતો.નદીના પ્રવાહમાં 10 લોકો ડૂબ્યા હતા. જ્યારે તેમાંથી 8 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારે વાસણા સોગઠી ગામના ચૌહાણ પરિવાર એકસાથે બે-બે વહાલસોયા પુત્ર ગુમાવ્યા છે.

હૃદયદ્રાવક કરુણાંતિકામાં ચૌહાણ પરિવારના બે પુત્ર ધર્મેન્દ્ર ચૌહાણ અને પૃથ્વી ચૌહાણનું મોત નીપજ્યું છે. માત્ર 15 અને 18 વર્ષની ઉંમરના બે દિકરાઓનું મોત થતા પરિવારજનો શોકમાં ગરકાવ થયા છે. સમગ્ર મામલે દિકરાઓ નદીએ ગયા હતા તે વાતથી પિતા અજાણ હોવાનું સામે આવ્યું છે. ગ્રામજનોએ પિતાને પુત્રના મોતના સમાચાર આપતા જ તે બેભાન થઈ ગયા હતા.

Published on: Sep 14, 2024 12:44 PM
Follow Us
Loading...
Unable to load recommendations.