Ahmedabad Video : PM મોદીની જાહેર સભામાં બાંધવામાં આવેલો મંડપ ખોલતા 7 શ્રમિકો પટકાયા, વસ્ત્રાપુર પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ

|

Sep 20, 2024 | 12:22 PM

અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં મંડપ ખોલતા સમયે શ્રમિકો પટકાયા હોવાની ઘટના સામે આવી છે. જે ખોલતા સમયે આ ઘટના બની હતી. મંડપ ખોલતા સમયે 7 જેટલા શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા. ક્રેનનો પટ્ટો છટકી જતા ક્રેનમાંથી લોખંડની રીંગ નીચે પડી હતી.

અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં મંડપ ખોલતા સમયે શ્રમિકો પટકાયા હોવાની ઘટના સામે આવી છે. ગત 16 સપ્ટેમ્બરના રોજ વડા પ્રધાન મોદીની જાહેર સભા GMDC ગ્રાઉન્ડમાં હોવાથી ત્યાં વિશાળ મંડપ બંધવામાં આવ્યો હતો. જે ખોલતા સમયે આ ઘટના બની હતી. મંડપ ખોલતા સમયે 7 જેટલા શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા. ક્રેનનો પટ્ટો છટકી જતા ક્રેનમાંથી લોખંડની રીંગ નીચે પડી હતી.

આ સમગ્ર ઘટના મામલે વસ્ત્રાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. મંડપ સર્વિસના સંચાલક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ઈજાગ્રસ્ત શ્રમિકો દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. બજરંગ ડેકોરેટર્સના સંચાકલ સંદીપ માલી વિરૂદ્ધ પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે. મંડપ બાંધતા કે ખોલતા સમયે સેફ્ટીના સાધનો ન આવ્યાં હોવાના કારણે આ ઘટના બની હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. મળતી માહિતી અનુસાર શ્રમિકોને હેલ્મેટ કે સેફ્ટી સૂઝ સહિતના સાધનો આપવામાં આવ્યા ન હતા.

 

Next Video