Rajkot Video: રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એક મોત, 44 વર્ષીય બિલ્ડર બેભાન થતા મોત
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેક આવવાની ઘટનાઓમાં સતત વધારો થયો છે. તો રાજકોટમાં પણ હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત નિપજ્યુ છે. રાજકોટમાં 44 વર્ષિય બિલ્ડરને હાર્ટ એટેક આવ્યો હતો. જેમને રૈયા રોડ પર સ્થિત તેમના પોતાના નિવાસ સ્થાન પર જ હાર્ટ એટેક આવતા મોત નિપજયુ હતુ. તો બિલ્ડર જયેશ ઝાલાવડિયા સવારે બેભાન થયા હતા.
Rajkot Video : રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેક આવવાની ઘટનાઓમાં સતત વધારો થયો છે તો રાજકોટમાં પણ હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત નિપજ્યુ છે. રાજકોટમાં 44 વર્ષિય બિલ્ડરને હાર્ટ એટેક આવ્યો હતો. જેમને રૈયા રોડ પર સ્થિત તેમના પોતાના નિવાસ સ્થાન પર જ હાર્ટ એટેક આવતા મોત નિપજયુ હતુ. તો બિલ્ડર જયેશ ઝાલાવડિયા સવારે બેભાન થયા હતા.
જેના પગલે સારવાર માટે ઘરના સભ્યો દ્વારા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમને તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તો દ્વારકા પંથકમાં છેલ્લા 24 કલાકમાં 3 લોકોને હાર્ટ એટેક આવવાથી મોત નિપજ્યા છે. તો દ્વારકામાં 72 વર્ષના વ્યક્તિને હાર્ટ એટેકથી મોત થયુ છે તો નવસારીમાં નવરાત્રીમાં ગરબા રમીને આવ્યા બાદ 31 વર્ષીય મૃણાલ શુક્લને અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો.જે બાદ પરિવારે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.પરંતુ સારવાર મળે તે પહેલા જ યુવાનનું મોત થયું હતું.
