ખેડાના મહુધા ગામે તળાવ ઓફર ફ્લો થતા ઘોડાપૂર આવ્યું, 42 લોકોનું કરાયુ રેસ્કયૂ, જુઓ Video

ખેડાના મહુધા ગામે તળાવ ઓફર ફ્લો થતા ઘોડાપૂર આવ્યું, 42 લોકોનું કરાયુ રેસ્કયૂ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2024 | 12:58 PM

ભારે વરસાદના પગલે ખેડા જીલ્લાની સ્થિતિ દૈનિય બની છે. ત્યારે ખેડાના મહુધામાં મહિસા ગામે તળાવ છલકાયુ હતુ તે સાથે જ ડેમચા તળાવ ઓવર ફ્લો થતાં ઘોડાપૂર આવ્યું હતુ. ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે કેટલાક લોકો ફસાઈ ગયા હતા તે તમામનો બચાવ કરી લેવામાં આવ્યો છે

ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ચારેય તરફ રસ્તા પર પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. વાહન વ્યવહાર પણ ખોરવાયો છે. લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં લોકો ફસાઈ ગયા હતા. ત્યારે મહુધાના મહિસા ગામે 42 લોકોના રેસક્યુ કરાયા છે. જેમાં 18 બાળકો, 10 પુરૂષ અને 14 મહિલાઓને સલામત સ્થળે ખસેડાયા છે.

ખેડાના મહુધામાં 42 લોકોના રેસ્કયૂ

ભારે વરસાદના પગલે ખેડા જીલ્લાની સ્થિતિ દૈનિય બની છે. ત્યારે ખેડાના મહુધામાં મહિસા ગામે તળાવ છલકાયુ હતુ તે સાથે જ ડેમચા તળાવ ઓવર ફ્લો થતાં ઘોડાપૂર આવ્યું હતુ. ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે કેટલાક લોકો ફસાઈ ગયા હતા તે તમામનો બચાવ કરી લેવામાં આવ્યો છે. મહુધા પોલીસ અને SDRF ટીમની સતત કામગીરી કરી રહી છે અને લોકોના બચાવ કાર્યમાં લાગી છે.

પોલીસ અને બચાવ ટીમ કામે લાગી

મહિસા ગામે 42 લોકોને રેસક્યુ કરાયા છે . રેસક્યુ કરાયેલામાં 18 બાળકો અને 14 મહિલાઓનો સમાવેશ થાય છે. આ રેસક્યુ કરાયેલ લોકોને મહીસાની પટેલ વાડીમાં આશરો અપાયો છે. મહુધામાં ભારે વરસાદ છે. ત્યારે હજુ પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે તંત્ર કામે લાગ્યું છે તેમજ પોલી અને બચાવકામગીરી કરતી NDRF અને SDRF ટીમો પર સતત દેખરેખ રાખીન ફસાયેલા લોકોને બહાર લાવવાનું કામ કરી રહી છે.

 

g clip-path="url(#clip0_868_265)">