Surat : પોલીસના ઈતિહાસનું પહેલું ડિપોર્ટ મેગા ઓપરેશન, 300 ઘૂસણખોરોને ખાસ વિમાનમાં બાંગ્લાદેશ રવાના કરાયા, જુઓ Video

Surat : પોલીસના ઈતિહાસનું પહેલું ડિપોર્ટ મેગા ઓપરેશન, 300 ઘૂસણખોરોને ખાસ વિમાનમાં બાંગ્લાદેશ રવાના કરાયા, જુઓ Video

| Edited By: | Updated on: May 08, 2025 | 2:22 PM

ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવ ચાલી રહ્યો છે. ત્યારે થોડા દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. જેની કાર્યવાહીના પગલે ભારતમાં રહેતા ઘુસણખોરો પર તવાઈ બોલાવી છે.

ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવ ચાલી રહ્યો છે. ત્યારે થોડા દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. જેની કાર્યવાહીના પગલે ભારતમાં રહેતા ઘુસણખોરો પર તવાઈ બોલાવી છે. પોલીસ ઈતિહાસનું પહેલું મેગા ડિપોર્ટ ઓપરેશન હાથ ધર્યું હતું. 300 ઘુસણખોરોને ખાસ વિમાનમાં બાંગ્લાદેશ રવાના કરી દેવાયા છે.

અમેરિકાની સ્ટાઈલમાં ગુજરાત પોલીસના ઈતિહાસનુ પહેલું ડિપોર્ટ મેગા ઓપરેશન છે.ગેરકાયદે હોવાથી ખરાઈ બાદ એકથી વધુ તબક્કામાં મિશન હાથ ધરાયું હતું. અગરતલામાં એરક્રાફ્ટ ઉતારી વાહનોમાં બાંગ્લાદેશ રવાના કરવામાં આવ્યા છે.

300 ઘુસણખોરોને બાંગ્લાદેશ રવાના કરાયા

ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. ત્યારે પહેલગામમાં થયેલા આતંકી હુમલાનો ભારતે પણ વળતો જવાબ આપ્યો છે.ભારતે પાકિસ્તાનમાં અલગ અલગ 9 સ્થળો પર મિલાઈલથી હુમલો કર્યો છે. જેમાં 100 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યો હતા. ત્યારે ગુજરાતમાંથી 300 જેટલા ઘુસણખોરોને રવાના કરવામાં આવ્યા છે.

 

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો