Video : વિદ્યાર્થીઓના અભાવે અમદાવાદની 30 શાળાઓને લાગશે તાળા ! ગુજરાત બોર્ડ છોડી CBSC તરફ વળ્યા લોકો

| Edited By: | Updated on: Aug 22, 2024 | 12:33 PM

જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા 30 શાળા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ CBSCનો ક્રેઝ વધતા ગુજરાત બોર્ડની શાળામાં વિદ્યાર્થીઓનો અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 3 વર્ષથી બાળકો ન મળતાં શાળાઓને તાળા લાગાવવાનો વારો આવ્યો છે.

અમદાવાદમાં વિદ્યાર્થીઓના અભાવે શહેરની 25 ખાનગી શાળાઓ બંધ કરી દેવાના આદેશ આપવામાં આવ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ CBSCનો ક્રેઝ વધતા ગુજરાત બોર્ડની શાળામાં વિદ્યાર્થીઓનો અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 3 વર્ષથી બાળકો ન મળતાં શાળાઓને તાળા લાગાવવાનો વારો આવ્યો છે. આ સાથે અમદાવાદ ગ્રામ્યની પણ 5 ખાનગી શાળાઓ બંધ કરવામાં આવી છે.

ગુજરાત બોર્ડની 30 શાળાઓને લાગશે તાળા

અમદાવાદના જિલ્લા શિક્ષણાધિકારીએ છેલ્લા બે-ત્રણ વર્ષમાં વિદ્યાર્થીઓની શૂન્ય નોંધણીના કારણે શહેરની 25 અને બીજી 5 ખાનગી શાળાઓને બંધ કરવાની જાહેરાત કરી છે.

અસરગ્રસ્ત સંસ્થાઓમાં સેટેલાઇટની એ-વન પ્રાથમિક શાળા, મેમનગરમાં એચબી કાપડિયા નવી પ્રાથમિક શાળા (અંગ્રેજી માધ્યમ) અને પ્રભાત ચોક પાસે આવેલી નૂતન પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ) જેવી નોંધપાત્ર શાળાઓનો સમાવેશ થાય છે.

DEO એ કહ્યું શાળામાં વિદ્યાર્થીઓ જ નથી

અમદાવાદ શહેરના DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, “છેલ્લા બે-ત્રણ વર્ષથી આ શાળાઓમાં કોઈ વિદ્યાર્થીઓ જ નથી. બાળકોના ભણતર બાબતે હાલ CBSCનો ક્રેઝ વધી રહ્યો છે દરેક મા-બાપ તેમના બાળકોનો અંગ્રેજી મીડિયમાં મુકવા માંગે છે ત્યારે ગુજરાત બોર્ડની શાળાઓ વિદ્યાર્થીઓ વગર ખાલી ખમ બની છે.

ત્યારે આ સમગ્ર મામલા બાદ હવે ગુજરાત બોર્ડની 30 ખાનગી શાળાઓને તાળા વાગવા જઈ રહ્યા છે.