Vadodara : ફાયર બ્રિગેડના સાધનોની ખરીદી કૌભાંડમાં મોટી કાર્યવાહી, 3 અધિકારીને કરાયા સસ્પેન્ડ, જુઓ Video

Vadodara : ફાયર બ્રિગેડના સાધનોની ખરીદી કૌભાંડમાં મોટી કાર્યવાહી, 3 અધિકારીને કરાયા સસ્પેન્ડ, જુઓ Video

| Edited By: | Updated on: Aug 05, 2025 | 2:56 PM

ગુજરાતમાંથી દિવસે દિવસે કૌભાંડોના પર્દાફાશ થઈ રહ્યાં છે. ત્યારે વડોદરામાંથી વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર બ્રિગેડ વિભાગમાં સાધનોની ખરીદીમાં મોટું કૌભાંડ બહાર આવ્યું છે.

ગુજરાતમાંથી દિવસે દિવસે કૌભાંડોના પર્દાફાશ થઈ રહ્યાં છે. ત્યારે વડોદરામાંથી વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર બ્રિગેડ વિભાગમાં સાધનોની ખરીદીમાં મોટું કૌભાંડ બહાર આવ્યું છે.આ કૌભાંડમાં ત્રણ ઉચ્ચ અધિકારીઓ સામેલ હોવાનું બહાર આવતા મ્યુનિસિપલ કમિશ્નરે કડક કાર્યવાહી કરી છે.

વડોદરા ફાયર વિભાગના ત્રણ અધિકારી કરાયા સસ્પેન્ડ

ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ અને ફાયર બ્રિગેડના તત્કાલીન એચઓડી ડોક્ટર દેવેશ પટેલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.આ કૌભાંડમાં કેટલા પૈસાનો ગેરઉપયોગ થયો છે તે અંગે તપાસ ચાલુ છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા મામલામાં વધુ કાર્યવાહી કરવામાં આવશે તેવી શક્યતા છે. આ ઘટનાથી વડોદરા શહેરમાં ભારે ચકચાર મચી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો