ગાંધીનગરમાં કસ્ટમ ઈન્સ્પેકટર સહિત 3 લોકો લાખોની લાંચ લેતા ઝડપાયા, જુઓ Video

ગાંધીનગરમાં કસ્ટમ ઈન્સ્પેકટર સહિત 3 લોકો લાખોની લાંચ લેતા ઝડપાયા, જુઓ Video

| Edited By: | Updated on: Feb 02, 2025 | 2:47 PM

ગાંધીનગરના જમીયતપુરા પાસે કસ્ટમ ઈન્સ્પેકટર સહિત 3 લોકો લાંચ લેતા ઝડપાયા છે. જમીયતપુરા પાસેના ICD કન્ટેનર ડેપોમાં કન્ટેનર ડેપોમાં ACBએ કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે 2.32 લાખની લાંચ લેતા અધિકારીઓ ઝડપાયા હતા.

ગુજરાતમાં ફરી એક વાર લાંચ લેતા અધિકારી ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે. ગાંધીનગરના જમીયતપુરા પાસે કસ્ટમ ઈન્સ્પેકટર સહિત 3 લોકો લાંચ લેતા ઝડપાયા છે. જમીયતપુરા પાસેના ICD કન્ટેનર ડેપોમાં કન્ટેનર ડેપોમાં ACBએ કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે 2.32 લાખની લાંચ લેતા અધિકારીઓ ઝડપાયા હતા.

ACBએ કન્ટેનર પાર્કિગમાં વોચ ગોઠવી ઓપરેશન પાર પાડ્યું હતું. કસ્ટમ ઈન્સ્પેકટર સતીદર સિંહે લાંચ માગી હોવાનું સામે આવી રહ્યું છે. કસ્ટમ વિભાગના 2 આઉટસોર્સ રેસિડેન્ટ એન્જિનિયર ઝડપાયા હતા.

રેવન્યુ તલાટી લાંચ લેતા રંગેહાથ ઝડપાયો હતો

બીજી તરફ આ અગાઉ સાબરકાંઠામાંથી પણ લાંચિયો અધિકારી ઝડપાયો હતો. રેવન્યુ તલાટી લાંચ લેતા રંગેહાથ ઝડપાયો હતો. 1500 રુપિયાની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપી પાડ્યો હતો. રેવન્યુ તલાટીની સાથે ઓપરેટરને પણ ACBએ ઝડપ્યો હતો. વિજયનગર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું હતુ. ઈ-સ્ટેમ્પિંગની કામગીરી કરી આપવા માટે લાંચ માગી હતી. હિંમતનગર ACBએ છટકું ગોઠવી બંન્ને આરોપીને ઝડપયા હતા.