KHEDA જિલ્લામાં OMICRONના 3 કેસ નોંધાયા, રાજ્યમાં ઓમિક્રોનના કેસની કુલ સંખ્યા 43 થઇ

OMICRON IN KHEDA : આ 3 દર્દીઓ એસિમ્પ્ટોમેટીક છે, જેમાં 2 દર્દીઓ નડિઆદ શહેરના અને અન્ય 1 દર્દી ડાકોર- અલિન્દ્રાનો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2021 | 9:47 PM

KHEDA : ખેડા જિલ્લામાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરીએન્ટના ત્રણ કેસ નોંધાતા આરોગ્યતંત્ર દોડતું થયું છે. ગુજરાત બાયોટેક રિસર્ચ સેન્ટર(GBRC)ગાંધીનગર ખાતે ટેસ્ટ કરાવવામાં આવતા ઓમિક્રોન પોઝિટિવ આવ્યા છે.આ તમામ દર્દીઓ એસિમ્પ્ટોમેટીક છે, જેમાં 2 દર્દીઓ નડિઆદ શહેરના અને અન્ય 1 દર્દી ડાકોર- અલિન્દ્રાનો છે. તમામ દર્દીઓને નડિઆદ સિવિલ ખાતે સ્પેશિયલ ઓમિક્રોન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાં છે.

ગુજરાતમાં ઓમિક્રોનના 24 કલાકમાં 13 નવા કેસ સામે આવ્યા. વડોદરા શહેરમાં સૌથી વધુ 7 ઓમિક્રોન દર્દી નોંધાયા, તો આણંદ જિલ્લામાં એક અને ખેડા અને અમદાવાદ શહેરમાં 2 ઓમિક્રોનના દર્દી મળ્યાં. રાજ્યમાં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યામાં 43 થઈ છે.જે પૈકી વડોદરા શહેરમાં સૌથી વધુ ઓમિક્રોનના 17 દર્દી સારવાર હેઠળ છે. રાજ્યમાં ઓમિક્રોનના 8 દર્દી સારવાર બાદ સાજા થયા છે. જેમાં જામનગર શહેરના 3, મહેસાણાના 3 અને સુરત અને ગાંધીનગરના એક-એક દર્દી સાજા થયા છે.

અમદાવાદમાં ઓમિક્રૉન સંક્રમિત દર્દીઓના 2 નવા કેસ સામે આવ્યા. બોડકદેવ અને બોપલ વિસ્તારમાં 2 ઓમિક્રોન કેસ નોંધાયા. નાઈજીરિયા અને દુબઈથી આવેલા બે પુરૂષના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. બોડકદેવના 37 વર્ષીય યુવકને SVP અને બોપલના 42 વર્ષીય વ્યક્તિને સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. તો બંને સંક્રમિત દર્દીના સંપર્કમાં આવેલા લોકોને હોમ ક્વૉરન્ટાઈન કરાયા છે. આ સાથે જ અમદાવાદમાં ઓમિક્રોન સંક્રમિત દર્દીઓની સંખ્યા 9 થઈ છે.

આ પણ વાંચો : OMICRON : અમદાવાદમાં ઓમિક્રોનના વધુ બે કેસ નોંધાયા, શહેરમાં કુલ 9 કેસ થયા

આ પણ વાંચો : ઓમિક્રોનના વધતા કેસ સરકાર માટે ચિંતાનો વિષય, નાઇટ કર્ફ્યુ જેવા નિયંત્રણો લાદવાની રાજ્યોને અપાઈ સલાહ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">