અમદાવાદ ક્રાઈમ બ્રાંચની મોટી કાર્યવાહી, 12 પિસ્તોલ અને 50 જીવતા કારતૂસ સાથે 3 લોકો ઝડપાયા, જુઓ Video

|

Sep 24, 2024 | 2:35 PM

અમદાવાદ ક્રાઈમ બ્રાંચની મોટી કાર્યવાહી સામે આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 12 દેશી પિસ્તોલ અને 50 જેટલા જીવતા કારતૂસ સાથે 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ સહિત અન્ય જગ્યાઓ પર ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ ધરી હતી.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચની મોટી કાર્યવાહી સામે આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 12 દેશી પિસ્તોલ અને 50 જેટલા જીવતા કારતૂસ સાથે 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ સહિત અન્ય જગ્યાઓ પર ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ ધરી હતી. જેમાંથી એક આરોપી પાલનપુર લૂંટનો વોન્ટેડ છે. જ્યારે બીજો આરોપી કર્ણાટકમાં થયેલી લૂંટનો વોન્ટેડ છે.

તો ત્રીજો આરોપી રાજસ્થાનમાં મારામારીના ગુનામાં સંડોવાયેલો છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગેંગવોર અને લૂંટના પ્લાનને અંજામ આપવા હથિયાર મંગાવ્યા હોવાનો ખુલાસો થયો છે.

અમદાવાદના અસલાલીમાં SMCના દરોડા

બીજી તરફ અમદાવાદના અસલાલીમાં SMCના દરોડા પાડ્યા છે. અમદાવાદના પીરાણા સ્થિત ગઢવીના ફાર્મ હાઉસથી દારુ પકડાયો છે. ગોડાઉનમાં 28 લાખથી વધુની કિંમતની બોટલો મળી આવી છે. પોલીસે 21 હજારથી વધુ દારૂની બોટલો જપ્ત કરી છે. દારૂ સહિત રૂ.43.57 લાખનો મુદ્દામાલ જપ્ત કરી છે. દારૂ મોકલનાર, મંગાવનાર સહિતની તપાસ હાથ ધરી છે.

Published On - 2:34 pm, Tue, 24 September 24

Next Video