26 વર્ષીય ફૂટબોલ પ્લેયરનું હાર્ટ એટેકથી મોત, એકાએક છાતીમાં દુ:ખાવો થતાં ઢળી પડ્યો
26 વર્ષીય ફૂટબોલ પ્લેયરનું 6 જાન્યુઆરીની મોડી રાત્રે ફૂટબોલ ટુર્નામેન્ટ રમ્યા બાદ જ થોડીવારમાં હાર્ટ એટેક આવતા હૃદય બેસી ગયું હતું, ત્યાં હાજર તજજ્ઞ લોકોએ CPR આપી બચાવવાની કોશેશ કરી પણ કારગર ના નીવડી. હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
ગીર સોમનાથના વેરાવળના 26 વર્ષીય ફૂટબોલ પ્લેયરનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની ઘટના સામે આવી છે. મિત કોટક નામના પ્લેયરનું ફૂટબોલ ટુર્નામેન્ટ બાદ મોત થયું છે. મિતને એકાએક છાતીમાં દુ:ખાવો થતા ઢળી પડ્યો હતો. મિત PGVCLના નિવૃત્ત કર્મચારીનો એકનો એક પુત્ર હતો.
મળતી માહિતી અનુસાર, મિત કોટકનું 6 જાન્યુઆરીની મોડી રાત્રે વેરાવળના માલ જીંજવા મુકામે ફૂટબોલ ટુર્નામેન્ટ રમ્યા બાદ જ થોડીવારમાં હાર્ટ એટેક આવતા હૃદય બેસી ગયું હતું, ત્યાં હાજર તજજ્ઞ લોકોએ CPR આપી બચાવવાની કોશેશ કરી પણ કારગર ના નીવડી. હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. કોટક પરિવારનો એકનો એક દીકરો ગુમાવતા પરિવારજનો શોકનો માહોલ છવાઈ ગયો હતો.
આ પણ વાંચો આ સ્ટેડિયમ છે કે જંગલ ? રણજી મેચ દરમિયાન ક્રિકેટ સ્ટેડિયમમાં દેખાયા અંડરવિયેર !
