CA ફાઉન્ડેશન, ઇન્ટરના પરિણામમાં સુરતના બે વિદ્યાર્થીઓએ પણ મારી બાજી, ટોપ 50માં મેળવ્યુ સ્થાન

|

Nov 01, 2024 | 2:42 PM

ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) એ 30 ઓક્ટોબરના રોજ સીએ ફાઉન્ડેશન અને સીએ ઇન્ટરમિડિયેટ પરીક્ષાઓના પરિણામ જાહેર કર્યા હતા. જેમાં ગુજરાતના બે વિદ્યાર્થીઓએ પણ બાજી મારી છે. દેશભરમાંથી લગભગ 70 હજાર વિદ્યાર્થીઓમાંથી સુરતના વિદ્યાર્થીઓએ પણ સારો રેન્ક મેળવ્યો છે.

ICAI દ્વારા CA ફાઉન્ડેશન અને ઇન્ટરમિડીએટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે સુરતના CA વિદ્યાર્થીઓનો દબદબો જોવા મળ્યો. ટોપ 50માં સુરતના બે વિદ્યાર્થીઓએ બાજી મારી છે. CA ઇન્ટરમિડીએટની પરીક્ષામાં મનીત માલાણી નામના વિદ્યાર્થીએ ઓલ ઓવર ઇન્ડિયામાં 18મો રેન્ક મેળવ્યો છે. મનીત માલાણીના 600માંથી કુલ 401 માર્ક્સ આવ્યાં.. જ્યારે ઉદયસિંહ સિસોદિયા નામના વિદ્યાર્થીએ 600માંથી 376 માર્ક્સ સાથે ઓલ ઓવર ઇન્ડિયામાં 39મો રેન્ક પ્રાપ્ત કર્યો છે.

આ વર્ષે સપ્ટેમ્બરમાં આયોજિત CA ફાઉન્ડેશનની પરીક્ષાનું 19.67 ટકા રિઝલ્ટ આવ્યું છે. 70437 વિદ્યાર્થીઓમાંથી 13858 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. જ્યારે ઇન્ટરમિડિયેટના ગ્રૂપ-1માં 69227માંથી 10505 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. જ્યારે ગ્રૂપ-2માં 50760માંથી 8117 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. જ્યારે બંને ગ્રૂપમાં ઉતીર્ણ થનારા વિદ્યાર્થીઓનો રેશિયો 5.66 ટકા રહ્યો છે.

Next Video