આગામી સમયમાં 2 લાખ સહકારી સંસ્થાનું રજિસ્ટ્રેશન કરાશેઃ અમિત શાહ

આગામી સમયમાં 2 લાખ સહકારી સંસ્થાનું રજિસ્ટ્રેશન કરાશેઃ અમિત શાહ

| Edited By: | Updated on: May 18, 2025 | 2:45 PM

સહકારીતા પ્રધાન અમિત શાહે કહ્યું કે, વર્ષોથી ત્રિસ્તરીય સહકારી માળખાની આશા હતી, પરંતુ આપણે ચતુસ્તરીય સહકારી નીતિ અપનાવી છે. દરેક સ્તર પર સહકારી સંસ્થાને મદદ કરવાનો પ્રયાસ કરવા તેમણે સૌને અપિલ કરી હતી.

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી પ્રંસગે ઉપસ્થિત રહેલા કેન્દ્રીય ગૃહ અને સહકારીતા પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે, આવનારા દિવસોમાં વધુ 2 લાખ સહકારી સંસ્થાનું રજિસ્ટ્રેશન કરાશે. તેમણે કહ્યું કે, વર્ષ 2025ને આંતર રાષ્ટ્રીય સહકારિતા વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. વૈશ્વિક સ્તરે સહકારિતા વર્ષની ઉજવણીની શરૂઆત ભારતથી થઈ છે. 2021 થી 2025 સુધી દેશમાં સહકારિતા ક્ષેત્રે અનેક પ્રગતિ હાંસલ થઈ છે.

સહકારીતા પ્રધાન અમિત શાહે કહ્યું કે, વર્ષોથી ત્રિસ્તરીય સહકારી માળખાની આશા હતી, પરંતુ આપણે ચતુસ્તરીય સહકારી નીતિ અપનાવી છે. દરેક સ્તર પર સહકારી સંસ્થાને મદદ કરવાનો પ્રયાસ કરવા તેમણે સૌને અપિલ કરી હતી. દરેક સહકારી મંડળીના બેંક ખાતા, સહકારી બેંકમાં રાખીએ. એક બીજાના સહકારથી જ સહકારિતાને વધુ વેગ મળશે.

સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર વધારવો એ આપણા સૌની જવાબદારી છે તેમ જણાવીને અમિત શાહે કહ્યું કે, સહકારિતા સર્કયુલર બનાવીને તમામ કાર્ય સહકારી સંસ્થામાં જ કરવા જોઈએ. આગામી સમયમાં 2 લાખ સહકારી સંસ્થાનું રજિસ્ટ્રેશન કરવાનીની યોજના છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો