ગાંધીનગરઃ વિધાનસભા સત્રનો આજે ચોથો દિવસ, બે બેઠકમાં મહત્વના પ્રશ્નો પર થશે ચર્ચા

|

Feb 06, 2024 | 10:39 AM

ગુજરાત વિધાનસભા સત્રના ચોથા દિવસે આજે બે બેઠક મળવાની છે. પ્રથમ બેઠકમાં ઉર્જા પેટ્રોકેમિકલ, નાણાં, જળસંપત્તિ, પાણીપુરવઠા અંગેના પ્રશ્નોની ચર્ચા થશે, બીજી બેઠકમાં કૃષિ, પશુપાલન,ગૌસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ મુદ્દે પણ ચર્ચા થશે.રાજ્યપાલના સંબોધન પર ચર્ચાનો આજે અંતિમ દિવસ છે. બંને સત્ર દરમિયાન રાજ્યપાલના ભાષણ પર ચર્ચા થશે.

ગાંધીનગરઃ 1 ફેબ્રુઆરીથી વિધાનસભાના સત્રની શરુઆત થઇ છે. આજે વિધાનસભા સત્રનો ચોથો દિવસ છે, ત્યારે વિધાનસભાના ચોથા દિવસે આજે મહત્વની બે બેઠક મળવાની છે. પ્રથમ સત્રની શરૂઆત પ્રશ્નોત્તરીથી થશે.આજે વિધાનસભા સત્ર દરમિયાન ઉર્જા પેટ્રોકેમિકલ, નાણાં, જળસંપત્તિ, પાણીપુરવઠા અંગેના પ્રશ્નોની ચર્ચા થશે.

ગુજરાત વિધાનસભા સત્રના ચોથા દિવસે આજે બે બેઠક મળવાની છે. પ્રથમ બેઠકમાં ઉર્જા પેટ્રોકેમિકલ, નાણાં, જળસંપત્તિ, પાણીપુરવઠા અંગેના પ્રશ્નોની ચર્ચા થશે, બીજી બેઠકમાં કૃષિ, પશુપાલન,ગૌસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ મુદ્દે પણ ચર્ચા થશે.રાજ્યપાલના સંબોધન પર ચર્ચાનો આજે અંતિમ દિવસ છે. બંને સત્ર દરમિયાન રાજ્યપાલના ભાષણ પર ચર્ચા થશે.

મહત્વનું છે કે ત્રીજા દિવસે મળેલા વિધાનસભા સત્રમાં  અયોધ્યા મંદિર મુદ્દે અભિનંદન પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. રામ મંદિર પર નિયમ 120 અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા અભિનંદન પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ સંકલ્પનો વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે સ્વીકાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો-આજનું હવામાન : આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પડશે માવઠુ! ખેડૂતોમાં ચિંતાનો માહોલ, જુઓ વીડિયો

વિપક્ષના ધારાસભ્યોએ રામ નામના નારા લગાવ્યા

રામ મંદિરના નિર્માણ અંગે વિધાનસભા ગૃહમાં પ્રસ્તાવ રજૂ થતા કોંગ્રેસ,આમ આદમી પાર્ટી અને અપક્ષે પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. સર્વાનુમતે વિધાનસભા ગૃહમાં સંકલ્પનો સ્વીકાર થયો. આ સાથે જ વિપક્ષના ધારાસભ્યોએ પણ વિધાનસભા ગૃહમાં રામ નામના નારા લગાવ્યા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video