Surat : સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ, લાખો રુપિયાનો મુદ્દામાલ જપ્ત, જુઓ Video
રાજ્યમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા પણ અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ત્યારે સુરત શહેરમાંથી નશાના નેટવર્કનો પર્દાફાશ થયો છે. સુરત પોલીસે MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ કરી છે.
રાજ્યમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા પણ અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ત્યારે સુરત શહેરમાંથી નશાના નેટવર્કનો પર્દાફાશ થયો છે. સુરત પોલીસે MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ કરી છે. 15 લાખના મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયા છે. 3.11 ગ્રામ MD ડ્રગ્સ અને વજન કાંટો પોલીસે જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ 2.16 લાખ રૂપિયા અને કાર જપ્ત કરી છે.
કિંજલ દવે ડ્રગ્સના દૂષણથી દૂર રહેવાની અપીલ કરી
બીજી તરફ સુરત પોલીસના ડ્રગ્સ સામે જાગૃતિ અભિયાનમાં ગાયિકા કિંજલ દવે પણ જોડાયા હતા. નવલી નોરતાના પ્રથમ દિવસે સુરતીઓ ડ્રગ્સ અવેરનેસના બેનરો સાથે મન મૂકીને ગરબે તો ઝૂમ્યા હતા. પોલીસ અધિકારીઓ સહિત ખેલૈયાઓના હાથમાં પણ બેનરો જોવા મળ્યાં હતા.
‘સે નો ટું ડ્રગ્સ’ના બેનરો કિંજલ દવેએ પણ હાથમાં લઈને ડ્રગ્સના દૂષણથી દૂર રહેવાની અપીલ કરી હતી. જો કોઈ શંકાજનક સ્થિતિ જણાય તો તાત્કાલિક સુરત પોલીસનો સંપર્ક કરવાની વાત પણ કરી હતી. આ સાથે જ નવરાત્રિ દરમિયાન સુરત પોલીસના આયોજન અને કામગીરીને પણ કિંજલ દવેએ બિરદાવી હતી.