રાજ્યમાં દિવાળીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે. આજે પણ બપોર સુધી દિવાળીની ઉજવણી કરવામાં આવશે. આજે પણ અનેક જગ્યાએ લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવ્યુ છે. જ્યારે આવતી કાલે ગુજરાતીઓ ધુમધામપૂર્વક બેસતા વર્ષની ઉજવણી કરશે.
અમદાવાદમાં ફટાકડાને કારણે હવાની ગુણવત્તા બગડી હોવાનું પણ સામે આવી રહ્યું છે. હાલમાં અમદાવાદમાં AQI 171 નોંધાયો છે. જ્યારે સૌથી વધુ પ્રદુષિત મણીનગરમાં 199 AQI નોંધાયો છે. રાયખડમાં 193નો AQI નોંધાયો છે. આ ઉપરાંત અમદાવાદના ચાંદખેડા અને બોપલમાં 185 AQI નોંધાયો છે. ઈસરો 176, એરપોર્ટ 119 AQI નોંધાયો છે. જ્યારે ગાંધીનગરના ગીફ્ટ સિફ્ટમાં 197 AQI નોંધાયો છે.
બીજી તરફ અમદાવાદમાં ફાયર બ્રિગેડને સંખ્યાબંધ નાની મોટી આગના કોલ આવ્યા હતા. તમામ સ્થળોએ ફાયર બ્રિગેડની ટીમો આગ બુઝવવા પહોંચી હતી. અમદાવાદ ફાયરબ્રિગેડને 80 ઈમરજન્સી કોલ આવ્યા હતા. આ ઉપરાંત કચરામાં આગ લાગવાના 35 કોલ આવ્યા હતા. મકાનમાં 20, દુકાનમા આગ લાગવાના 8 કોલ આવ્યા હતા. તેમજ ફેકટરીમાં આગ લાગવાના 2 ફોન આવ્યા હતા. જ્યારે શોર્ટ સર્કિટથી આગ લાગવાના 03 કોલ આવ્યા હતા.