કચ્છના દરિયાકાંઠેથી ફરી મળ્યા ડ્રગ્સના પેકેટ, દરિયાઈ સીમામાંથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત

કચ્છના જખૌ કોસ્ટ વિસ્તારમાં BSFના જવાનોના સર્ચ ઓપરેશન દરમિયાન ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. ઝડપાયેલા 19 પેકેટમાં કોકેઈન નામનું ડ્રગ્સ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. અગાઉ 18 જૂને પણ 2 જુદા જુદા બેટ પરથી ડ્રગ્સના 23 પેકેટ મળી આવ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2024 | 9:29 PM

ગુજરાતના વિશાળ દરિયા કિનારાનો ડ્રગ્સ માફિયાઓ ફાયદો ઉઠાવી રહ્યા છે. કારણ કે વારંવાર ગુજરાના દરિયાકાંઠેથી ડ્રગ્સ પકડાવવાની ઘટનાઓ સામે આવી રહી છે. કચ્છની દરિયાઈ સીમામાંથી બિનવારસી હાલતમાં માદક પદાર્થો મળવાનો સિલસિલો યથાવત છે. ત્યારે વધુ 19 પેકેટ ડ્રગ્સ મળી આવ્યું છે.

જખૌ કોસ્ટ વિસ્તારમાં BSFના જવાનોના સર્ચ ઓપરેશન દરમિયાન ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. ઝડપાયેલા 19 પેકેટમાં કોકેઈન નામનું ડ્રગ્સ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. અગાઉ 18 જૂને પણ 2 જુદા જુદા બેટ પરથી ડ્રગ્સના 23 પેકેટ મળી આવ્યા હતા. આ ઉપરાંત જખૌ નજીકથી 8 પેકેટ ડ્રગ્સ મળી આવ્યા છે. દરિયામાં તરતા ડ્રગ્સને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">