Ahmedabad : શહેરકોટડા વિસ્તારમાં 18 લાખની લૂંટ, આરોપીએ ફરિયાદીની કાર આગળ બાઈક રોકી કરી હતી બોલાચાલી, જુઓ Video
અમદાવાદમાં ફરી એક વખત લાખોની લૂંટની ઘટના સામે આવી છે. અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં 18 લાખની લૂંટની ઘટના બની છે. વંદે માતરમ પાર્ટી પ્લોટ પાસે આ બનાવ બન્યો હતો. મળતી માહિતી અનુસાર આંગડિયામાંથી રુપિયા લઈને જતો વ્યક્તિ લૂંટાયો હતો.
અમદાવાદમાં ફરી એક વખત લાખોની લૂંટની ઘટના સામે આવી છે. અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં 18 લાખની લૂંટની ઘટના બની છે. વંદે માતરમ પાર્ટી પ્લોટ પાસે આ બનાવ બન્યો હતો. મળતી માહિતી અનુસાર આંગડિયામાંથી રુપિયા લઈને જતો વ્યક્તિ લૂંટાયો હતો. મળતી માહિતી અનુસાર આરોપીએ ફરિયાદીની કાર આગળ બાઈક રોકી બોલાચાલી કરી હતી. ત્યારે આરોપીએ કારની ચાવી રોડ પર ફેકીં દીધી હતી. જેથી અન્ય આરોપી સરળતાથી ચોરી કરી શકે.
ચાવી રોડ પર ફેંકી દેતા ફરિયાદી ચાવી લેવા ગયો ત્યાં સુધી આરોપીઓ કારની ડીકીમાંથી લાખો રુપિયાની બેગ લૂંટીને ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાની જાણ ફરિયાદીઓ પોલીસ સ્ટેશનમાં કરતા ગુનો નોંધી પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે ફરિયાદી વેપારના કામ માટે સી.જી રોડ પરથી રૂપિયા લઈ જતો હતો. ત્યારે એક વ્યક્તિ તેની કાર સામે બાઈક રોકી બોલાચાલી કરવા લાગ્યો. તેણે ફરિયાદી પાસેથી કારની ચાવી ઝૂંટવી ફેંકી દીધી. ફરિયાદી ચાવી લેવા ગયો ત્યાં જ અન્ય આરોપી આવી તેની કારમાંથી રૂપિયા લઈ રફૂચક્કર થઈ ગયો. ત્યારે શહેરકોટડા પોલીસે આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
