Rain News : છેલ્લા 24 કલાકમાં 174 તાલુકામાં વરસાદ વરસ્યો, સૌથી વધુ દાંતામાં 4 ઈંચ વરસાદ નોંધાયો, જુઓ Video

Rain News : છેલ્લા 24 કલાકમાં 174 તાલુકામાં વરસાદ વરસ્યો, સૌથી વધુ દાંતામાં 4 ઈંચ વરસાદ નોંધાયો, જુઓ Video

| Edited By: | Updated on: Jul 20, 2025 | 11:00 AM

હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે રાજ્યભરમાં વરસાદની રમઝટ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં 174 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ બનાસકાંઠાના દાંતામાં 4.45 ઈંચ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે રાજ્યભરમાં વરસાદની રમઝટ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં 174 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ બનાસકાંઠાના દાંતામાં 4.45 ઈંચ વરસાદ નોંધાયો છે. તેમજ પોરબંદરના રાણાવાવમાં 4.37 ઈંચ વરસાદ વરસ્યો છે. લાખણીમાં 2.8 ઈંચ અને અમીરગઢમાં 2.7 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પાલનપુરમાં 2.56 અને રાજકોટના ધોરાજીમાં 2.4 ઈંચ વરસાદ નોંધાયો છે. 10 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યના અન્ય 28 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગે વરસાદની કરી આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સારો વરસાદ આવી શકે છે. બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, જામનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે કે અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો