AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video: ભાવનગરમાં વિકાસના વાયદા અધુરા, જનતા રિંગ રોડ જોવા આતુર, 17 વર્ષમાં માંડ 8 કિલોમીટરનું જ કામ થયુ પૂર્ણ

Gujarati Video: ભાવનગરમાં વિકાસના વાયદા અધુરા, જનતા રિંગ રોડ જોવા આતુર, 17 વર્ષમાં માંડ 8 કિલોમીટરનું જ કામ થયુ પૂર્ણ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2023 | 10:17 AM
Share

રાજ્ય સરકારે જુના બંદરથી કેબલ સ્ટેડ પુલ અને નારી ચોકડીથી ટોપ થ્રી સર્કલની ફરતે રિંગરોડની જાહેરાત કરી હતી. જેના થકી ભાવનગરના આર્થિક વિકાસ, પ્રજાના ફાયદાના મોટા દાવા પણ કરાયા હતા. પરંતુ સુંદર સ્વપ્ન હકીકત બને તેની રાહ જોતા એક પેઢી મોટી થઈ ગઈ

Bhavnagar : ભાવનગરના લોકો પાછલા 17 વર્ષથી રિંગ રોડની (Ring Road) રાહ જોઈ રહ્યા છે. દરેક બજેટમાં મોટી જાહેરાત અને આંકડાની માયાજાળ રચાય છે, પરંતુ જુની ફાળવાયેલી રકમનું કોઈ ફોલોઅપ લેવાતું નથી. 17 વર્ષમાં માત્ર 8 કિલોમીટરનો માર્ગ બન્યો. રાજ્ય સરકારે જુના બંદરથી કેબલ સ્ટેડ પુલ અને નારી ચોકડીથી ટોપ થ્રી સર્કલની ફરતે રિંગરોડની જાહેરાત કરી હતી. જેના થકી ભાવનગરના આર્થિક વિકાસ, પ્રજાના ફાયદાના મોટા દાવા પણ કરાયા હતા. પરંતુ સુંદર સ્વપ્ન હકીકત બને તેની રાહ જોતા એક પેઢી મોટી થઈ ગઈ, પણ સ્વપ્ન હજુ પણ સ્વપ્ન જ રહી ગયુ છે.

આ પણ વાંચો- Gir Somnath : યુવતીને પરેશાન કરતો વિધર્મી યુવક ઝડપાયો, ધર્મ પરિવર્તન કરી લગ્ન કરવા દબાણ કરતો હતો, જૂઓ Video

ભાવનગરના વિકાસ માટે જરૂરી રિંગરોડના નિર્માણમાં અધિકારીઓ અને સ્થાનિક નેતાગીરીની બેદરકારીના આક્ષેપ થઈ રહ્યાં છે, તો બીજી તરફ જનતાના પ્રતિનિધિઓના પોતાના અલગ જ બહાના અને દાવા છે. ગત વિધાસનભા ચૂંટણી પહેલા સરકારે 297 કરોડની માતબર રકમ ફાળવવાની જાહેરાત કરી હતી. જો કે વહીવટી આંટીઘૂંટી હોય, ટેન્ડરિંગ હોય કે અન્ય કોઈ કારણ રિંગરોડનું ખોરંભાયેલું કામ આગળ વધતું નથી.

ભાવનગરમાં કુલ 57.51 કિલોમીટર પૈકી 39 કિલોમીટરનો રિંગરોડ આર એન્ડ બી હસ્તક છે. જ્યારે બાકીનો 18.51 કિલોમીટર નેશનલ હાઈ-વે હસ્તક છે. રિંગરોડનું કામ ઝડપથી આગળ વધે તેવી આસપાસના ગામ લોકોની માગણી છે.

ભાવનગર અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">