Rain News : જૂનાગઢ જિલ્લાના 19 ડેમમાંથી 16 ડેમ ઓવરફ્લો, 27 લોકોનું રેસ્ક્યુ, 3 લોકોના મોત, જુઓ Video
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જૂનાગઢ જિલ્લાના 19 ડેમમાંથી 16 ડેમ ઓવરફ્લો થયા છે.પાણીના પ્રકોપથી 96 ગામ પ્રભાવિત થયા છે. ભારે વરસાદને પગલે જિલ્લાના કુલ 65 રસ્તા બંધ કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યાં છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જૂનાગઢ જિલ્લાના 19 ડેમમાંથી 16 ડેમ ઓવરફ્લો થયા છે. પાણીના પ્રકોપથી 96 ગામ પ્રભાવિત થયા છે. ભારે વરસાદને પગલે જિલ્લાના કુલ 65 રસ્તા બંધ કરવામાં આવ્યા છે.
વરસાદમાં અત્યાર સુધી કુલ 27 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. 1238 લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે. વરસાદના કારણે જૂનાગઢમાં 3 લોકોના મૃત્યુ છે. ભારે વરસાદના પગલે તંત્ર પણ એલર્ટ મોડમાં જોવા મળ્યુ છે. NDRFની એક ટીમ કેશોદ ખાતે તૈનાત કરવામાં આવી છે. તેમજ SDRFની એક ટીમ જૂનાગઢ ખાતે તૈનાત કરવામાં આવી છે.
ઓઝત 2 ડેમના 8 દરવાજા 3 ફૂટ ખોલ્યા
બીજી તરફ ઓઝત 2 ડેમના 8 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે. 20 હજાર ક્યુસેક પાણીની આવકની સામે એટલી જ જાવક છે. ઓઝત નદી ઉપરનો બાદલપરા ડેમ સૌથી મોટો ડેમ છે. વંથલી, કેશોદ, માણાવદર તાલુકાના ગામોને એલર્ટ કરાયા છે. ઓઝત નદીનાં સમગ્ર ઘેડ પંથકના ગામોને પ્રભાવિત કરે છે.
