Rain News : છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં જોવા મળી મેઘમહેર, સૌથી વધુ આણંદના બોરસદમાં ખાબક્યો વરસાદ, જુઓ Video
છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ ગુજરાતમાં ધોધમાર બેટિંગ કરી રહ્યાં છે. ત્યારે રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં મેઘમહેર જોવા મળી છે. સૌથી વધુ આણંદના બોરસદમાં 3.90 ઈંચ વરસાદ નોંધાયો છે.
છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ ગુજરાતમાં ધોધમાર બેટિંગ કરી રહ્યાં છે. ત્યારે રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં મેઘમહેર જોવા મળી છે. સૌથી વધુ આણંદના બોરસદમાં 3.90 ઈંચ વરસાદ નોંધાયો છે. પંચમહાલના ગોધરામાં 3.7 ઈંચ વરસાદ નોંધાયો છે. કચ્છના ગાંધીધામમાં 2.3 ઈંચ, માંડવીમાં 2.2 ઈંચ વરસાદ નોંધાયો છે. તેમજ 12 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે રાજ્યમાં છુટાછવાયા અને મધ્યમથી હળવા વરસાદી ઝાપટા પડશે. જો કે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની પણ શક્યતા છે. તેમજ આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો સૌરાષ્ટ્ર, કચ્છમાં 12 અને 13 જુલાઈએ ભારે વરસાદનું અનુમાન છે.જ્યારે સ્થિતિને જોતા આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
