Ahmedabad : ધરોઇ ડેમમાંથી સાબરમતી નદીમાં છોડાયુ પાણી, વાસણા બેરેજના 15 દરવાજા ખોલવામાં આવ્યા, જુઓ Video
વરસાદના પગલે સાબરમતી નદીમાં (Sabarmati river) પાણીની આવક વધી છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ધરોઇ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યુ છે. ડેમનું જળસ્તર જાળવી રાખવા સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે. સાબરમતી નદીમાં 20 હજાર 261 ક્યૂસેક પાણીની આવક નોંધાઇ છે. વાસણા બેરેજના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે.
Rain update: વરસાદના પગલે સાબરમતી નદીમાં (Sabarmati river) પાણીની આવક વધી છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ધરોઇ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યુ છે. ડેમનું જળસ્તર જાળવી રાખવા સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે. સાબરમતી નદીમાં 20 હજાર 261 ક્યૂસેક પાણીની આવક નોંધાઇ છે. વાસણા બેરેજના (Vasana barrage) 15 દરવાજા ખોલવામાં આવ્યા છે.
સાબરમતી નદીમાંથી 22,662 ક્યૂસેક પાણીની જાવક થઇ રહી છે. જેના કરાણે કાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે. સાબરમતીનું જળસ્તર 128 ફૂટને પાર પહોંચ્યું છે. રિવરફ્રન્ટ પરના વોક વેને અસર નહીં થવાનો તંત્રનો દાવો છે. તો રિવરફ્રન્ટ પર ક્રૂઝ સહિતની વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ કરવામાં આવી છે. સાબરમતી નદીમાં કાયાકિંગની બોટને બહાર કાઢી લેવાઇ છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો