Narmada : સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં ક્રમશ: ઘટાડો, નર્મદા ડેમના હવે માત્ર પાંચ દરવાજા ખુલ્લા, જુઓ Video
નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો નોંધાયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક ઘટી છે. ઉપરવાસમાંથી 2લાખ 4 હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જેની સામે 10 લાખ 9 હજાર જાવક છે. નર્મદા ડેમની સપાટી 138.60 મીટરે પહોંચી છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર થઇ છે. છેલ્લા 24 કલાકમાં ડેમની જળસપાટીમાં 8 સેમીનો ઘટાડો નોંધાયો છે.
Monsoon 2023 : ગુજરાતમાં સીઝનનો 100 ટકા વરસાદ (Rain) વરસી ચુક્યો છે. આ સાથે જ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ છલોછલ ભરાઇ ગયો છે. એટલે કે આગામી એક વર્ષ સુધીની ગુજરાતની પાણીની સમસ્યા હલ થઇ ચુકી છે. જો કે હાલ નર્મદા ડેમની જળ સપાટીમાં ક્રમશ: ઘટાડો નોંધાયો છે.
ગુજરાત માટે રાહતના સમાચાર
નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો નોંધાયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક ઘટી છે. ઉપરવાસમાંથી 2લાખ 4 હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જેની સામે 10 લાખ 9 હજાર જાવક છે. નર્મદા ડેમની સપાટી 138.60 મીટરે પહોંચી છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર થઇ છે. છેલ્લા 24 કલાકમાં ડેમની જળસપાટીમાં 8 સેમીનો ઘટાડો નોંધાયો છે. નર્મદા ડેમના 23 દરવાજામાંથી હવે માત્ર 5 દરવાજા ખુલ્લા રખાયા છે. નર્મદા ડેમના પાણીની જાવક ઓછી થતા વડોદરા ભરૂચ નર્મદા વાસીઓને રાહત મળી છે.
(વીથ ઇનપુટ-વિશાલ પાઠક)
Latest Videos