Monsoon 2023 : કચ્છ અને મોરબીમાં આજે વરસાદનું રેડ એલર્ટ, જામનગર, પોરબંદર, દ્વારકા અને રાજકોટવાસીઓ પણ રહેજો સાવધાન

Monsoon 2023 : કચ્છ અને મોરબીમાં આજે વરસાદનું રેડ એલર્ટ, જામનગર, પોરબંદર, દ્વારકા અને રાજકોટવાસીઓ પણ રહેજો સાવધાન

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2023 | 9:49 AM

સામાન્ય રીતે 30 સપ્ટેમ્બર સુધી દેશમાં ચોમાસું રહેતું હોય છે. એટલે કે ચોમાસુ પુરુ થવાને થોડા જ દિવસો બાકી છે ત્યારે જતા જતા મેઘરાજા ગુજરાતમાં ધુંઆધાર બેટિંગ કરી રહ્યા છે.ગુજરાતમાં અત્યાર સુધીમાં 100 ટકા વરસાદ વરસી ગયો છે. ત્યારે હજુ પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Rain Forecast : ગુજરાત સહિત દેશભરમાં ચોમાસુ (Monsoon 2023) જામ્યુ છે. સામાન્ય રીતે 30 સપ્ટેમ્બર સુધી દેશમાં ચોમાસું રહેતું હોય છે. એટલે કે ચોમાસુ પુરુ થવાને થોડા જ દિવસો બાકી છે ત્યારે જતા જતા મેઘરાજા ગુજરાતમાં ધુંઆધાર બેટિંગ કરી રહ્યા છે.ગુજરાતમાં અત્યાર સુધીમાં 100 ટકા વરસાદ વરસી ગયો છે. ત્યારે હજુ પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો- Rain Update : ગુજરાતમાં સીઝનનો 100 ટકા વરસાદ વરસી ગયો, સૌથી વધુ કચ્છમાં 145 ટકાથી વધુ વરસાદ, જુઓ Video

વરસાદને લઇને હવામાન વિભાગની મોટી આગાહી કરી છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તો હવામાન વિભાગે કચ્છ અને મોરબીમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો જામનગર, પોરબંદર, દ્વારકા અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના 8 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. પાટણ અને બનાસકાંઠામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તો સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ, જૂનાગઢમાં આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">