Rain : છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં માવઠું, સૌથી વધુ રાજુલામાં વરસાદ ખાબક્યો, જુઓ Video
ગુજરાત પર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 141 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. અમરેલીના રાજુલામાં સૌથી વધુ 3.46 ઈંચ વરસાદ નોંધાયો છે.
ગુજરાત પર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 141 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. અમરેલીના રાજુલામાં સૌથી વધુ 3.46 ઈંચ વરસાદ નોંધાયો છે. અમરેલીના ખાંભામાં 2.99 ઈંચ વરસાદ વરસ્યો છે.ત્યારે ભાવનગરના તળાજામાં 2.48 ઈંચ, મહુવામાં 1.93 ઈંચ વરસાદ વરસ્યો છે. તેમજ રાજ્યના અન્ય 12 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ ભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે 4થી 8 નવેમ્બરે ફરીથી વાતાવરણમાં પલટો આવશે તેવી આગાહી કરી છે. હાલના વાતાવરણ 2 નવેમ્બર સુધી યથાવત રહેશે. અરબી સમુદ્રનું ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા વરસાદ આવશે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના પશ્ચિમ, દક્ષિણ ભાગમાં તેમજ પોરબંદર, દ્વારકા, જામનગરમાં ભારે વરસાદના એંધાણ જોવા મળ્યા છે. ગીર સોમનાથ, વેરાવળમાં પણ ભારે વરસાદ આવે તેવી આગાહી કરવામાં આવી છે. તો 2 નવેમ્બરથી દક્ષિણ ગુજરાતમાં અતિભારેની શક્યતા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત

