અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો, છેલ્લા 9 દિવસમાં ટાઈફોઈડના 115 કેસ નોંધાયા, જુઓ Video

અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો, છેલ્લા 9 દિવસમાં ટાઈફોઈડના 115 કેસ નોંધાયા, જુઓ Video

| Edited By: | Updated on: Mar 11, 2025 | 2:40 PM

અમદાવાદમાં ઉનાળાની શરૂઆતમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. અમદાવાદમાં અચાનક ગરમી વધતાની સાથે જ ટાઈફોઈડના કેસોમાં વધારો થયો છે. ટાઈફોઈડના કેસોમાં એકા એક વધારો થતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે.

અમદાવાદમાં ઉનાળાની શરૂઆતમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. અમદાવાદમાં અચાનક ગરમી વધતાની સાથે જ ટાઈફોઈડના કેસોમાં વધારો થયો છે. ટાઈફોઈડના કેસોમાં એકા એક વધારો થતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. અમદાવાદમાં નવ દિવસમાં ટાઈફોઈડ 115 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.

ત્રણ મહિનામાં ટાઈફોઈડના 622 કેસ નોંધાયા છે. આ ઉપરાંત નરોડામાં કોલેરાનો પણ એક કેસ નોંધાયો છે. તો આ તરફ બહેરામપુરામાં ટાઈફોઈડના 20 કેસ તો લાંબામા 15 કેસ નોંધાયા છે. ચાલુ માસમાં છેલ્લા 9 દિવસમાં નોંધાયેલા કેસની માહિતી મેળવીએ તો ઝાડા- ઊલટીના 153 કેસ, કમળાના 46 કેસ જ્યારે ટાઈફોઈડના 115 કેસ નોંધાયા છે.

રાજકોટમાં મનપાએ લોકોને ગરમીથી સાવધાન રહેવા કરી અપીલ

બીજી તરફ રાજ્યમાં આકરા ઊનાળાની શરૂઆત થઈ ગઈ છે. રાજકોટમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું છે. રાજકોટમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ત્યારે રાજકોટ મનપાએ લોકોને ગરમીમાં સાવધાન રહેવા અપીલ કરી છે. બપોરના સમયે 1થી 3 લોકોને બહાર ન નીકળવા સૂચના અપાઇ છે. આ સાથે શરીર ઢંકાઇ તેવા સતરાઉ કપડા પહેરવાની સલાહ આપવામાં આવી છે. ગરમીના સમયે જો બહાર નીકળવાનું થાય તો મોઢા પર રૂમાલ પહેરવો ઉપરાંત ટોપી અને ચશ્મા પહેરીને બહાર નીકળવા સલાહ આપવામાં આવી છે.