લગ્ન પ્રસંગોની કામગીરી સાથે જોડાયેલા વેપારીઓના ચહેરા પર નિરાશા, ફરી મોટુ નુકસાન સહન કરવુ પડે તેવી સ્થિતિ
સરકારે ત્રીજી લહેરની શરુઆત થતા ગુજરાતમાં લગ્ન પ્રસંગથી લઇને જાહેર કાર્યક્રમોમાં માણસોની સંખ્યાની મર્યાદા નક્કી કરી દીધી છે. લગ્ન પ્રસંગોમાં હવે 150થી વધુ વ્યક્તિ બોલાવવા પર મનાઇ છે. જેના કારણે ધામ ધૂમથી લગ્ન કરવાની ઇચ્છા ધરાવતા લોકો લગ્ન હાલ પુરતા કેન્સલ કરી રહ્યા છે.
ગત વર્ષે કોરોનાને કારણે લાગેલા પ્રતિબંધોના કારણે ભાવનગર (Bhavnagar)ના લગ્ન પ્રસંગો સાથે જોડાયેલા વેપારીઓ (businessman)ને આર્થિક નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો. ફરી ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના કેસો (Corona cases)એ માથુ ઉચકતા વેપારીઓની સ્થિતિ ફરીથી ગત વર્ષ જેવી થવાની અણી પર છે. લગ્ન પ્રસંગો (Wedding occasions) સાથે જોડાયેલા વેપારીઓના ચહેરા પર ચિંતા છવાઇ ગઇ છે.
ત્રીજી લહેરના પ્રારંભે જ ભાવનગરમાં વેપારીઓને નુક્સાનીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ભાવનગર જિલ્લામાં લગ્ન પ્રસંગોની કામગીરી સાથે જોડાયેલા વેપારીઓના ચહેરા પર નિરાશા છવાઈ ગઈ છે. કારણ કે મંડપ, લાઈટ ડેકોરેશન, કેટરર્સ, ફોટોગ્રાફી, વાડી, પાર્ટી પ્લોટ, ફૂલ સહિતના વેપારીઓના ઓર્ડર કેન્સલ થવા લાગ્યા છે. કોરોનાના કેસ વધતાં અને સરકારે ખૂબ ઓછા લોકોની મંજૂરી આપેલી હોવાથી લોકો ઓર્ડર કેન્સલ કરાવી રહ્યા છે અથવા ઘણી વસ્તુઓમાં કાપ મૂકી રહ્યા છે. જેના કારણે વેપારીઓને મોટું નુક્સાન સહન કરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
સરકારે ત્રીજી લહેરની શરુઆત થતા ગુજરાતમાં લગ્ન પ્રસંગથી લઇને જાહેર કાર્યક્રમોમાં માણસોની સંખ્યાની મર્યાદા નક્કી કરી દીધી છે. નવી ગાઇડલાઇન પ્રમાણે લગ્ન પ્રસંગોમાં હવે 150થી વધુ વ્યક્તિ બોલાવવા પર મનાઇ છે. જેના કારણે ધામ ધૂમથી લગ્ન કરવાની ઇચ્છા ધરાવતા લોકો લગ્ન હાલ પુરતા કેન્સલ કરી રહ્યા છે અથવા તો ખર્ચમાં કાપ મુકી રહ્યા છે. જેની સીધી અસર લગ્ન પ્રસંગોની કામગીરી સાથે જોડાયેલા વેપારીઓના વ્યવસાય પર પડી રહી છે.
બીજી લહેર ધીરે ધીરે કોરોનાના કેસ ઓછા થતા આ વર્ષે લગ્ન અને સામાજિક પ્રસંગો પર આધારિત વેપારીઓને આશા હતી કે આ વર્ષે તેમને સારી આવક મળશે અને ગત વર્ષની ખોટ ભરપાઈ થઈ જશે. પરંતુ આ વર્ષે પણ લગ્ન સિઝનના સમયે જ કોરોનાના કેસોમાં વધારો થતા ફરી સરકારે પ્રતિબંધો લગાવવાનું શરુ કરી દીધુ છે. જેના કારણે લગ્નના ઓર્ડર કેન્સલ થવા લાગતા વેપારીઓ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે..
આ પણ વાંચો-
Ahmedabad: નિરમા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ચંડીગઢમાં યોજાયેલી સોલાર વ્હિકલ ચેમ્પિયનશિપમાં પ્રથમ સ્થાન મેળવ્યુ
આ પણ વાંચો-