જૂનાગઢ : ગિરનાર પરિક્રમાના રૂટમાં દીપડાએ હૂમલો કરતા 11 વર્ષની બાળકીનું મોત, જુઓ વીડિયો
દીપડાના હુમલાની ઘટના પરિક્રમાના રૂટ પર આવેલા બાવરકાટ વિસ્તારમાં બની છે. રાજુલાથી આવેલો પરિવાર રાત્રિ રોકાણ બાદ સવારે વહેલા ઉઠીને 11 વર્ષીય માસૂમ બાળકી શૌચક્રિયા માટે ગઈ હતી. આ દરમિયાન ધસી આવેલો દીપડો તેને 50 મીટર સુધી જંગલમાં ઢસડી ગયો હતો.
જૂનાગઢમાં લીલી પરિક્રમા દરમિયાન દીપડાએ એક બાળકી પર હુમલો કર્યો છે. પરિક્રમાના રૂટમાં દીપડાના હુમલામાં રાજુલાના વિક્ટર ગામની પાયર સાંકટ નામની 11 વર્ષીય બાળકીનું મોત નિપજ્યું છે. જેને લઈ રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ દુઃખ વ્યક્ત કર્યું છે.
દીપડાના હુમલાની ઘટના પરિક્રમાના રૂટ પર આવેલા બાવરકાટ વિસ્તારમાં બની છે. રાજુલાથી આવેલો પરિવાર રાત્રિ રોકાણ બાદ સવારે વહેલા ઉઠીને 11 વર્ષીય માસૂમ બાળકી શૌચક્રિયા માટે ગઈ હતી. આ દરમિયાન ધસી આવેલો દીપડો તેને 50 મીટર સુધી જંગલમાં ઢસડી ગયો હતો અને તેનું મારણ કર્યું હતું. ઘટનાની જાણ થતાં જ પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે.
આ બાબતે રાજ્યના વનમંત્રી મુળુ બેરા સાથે કરી ધારાસભ્ય હીરા સોલંકીએ ટેલિફોનિક વાતચીત કરી હતી. મૃતક બાળકીના પરિવારને તાત્કાલિક સહાય મળે તેમજ ફરી આવી ઘટના ન બને તે માટે રજૂઆત કરી હતી.
આ પણ વાંચો- જામનગર વીડિયો : માવઠાની આગાહીના પગલે કાલાવડ APMC આજથી ચાર દિવસ માટે રખાશે બંધ
પરિવારે બાળકીને આસપાસના સ્થળોએ શોધી હતી, પરંતુ બાળકી ન મળી આવતાં તેઓએ તાત્કાલિક વનવિભાગને જાણ કરી હતી. ઘટના બાદ વનવિભાગની ટીમે શોધખોળ કરતાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. હાલ બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવાયો છે. વનવિભાગે દીપડાને પકડવાની કામગીરી હાથ ધરી છે. પરિક્રમાના રૂટ પર પાંજરા મૂકવામાં આવ્યા છે. સાથે જ લોકોને સાવચેત રહેવાની પણ વનવિભાગે અપીલ કરી છે.
જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
