Vadodara : IOCLમાં બ્લાસ્ટ કેસમાં 11 અધિકારીની પૂછપરછ, ગ્રામ્ય SDM દ્વારા લેવામાં આવશે રિપોર્ટ, જુઓ Video

| Edited By: | Updated on: Nov 26, 2024 | 3:04 PM

વડોદરામાં થોડા દિવસ પહેલા IOCLમાં બ્લાસ્ટની ઘટના બની હતી. બ્લાસ્ટની ઘટનામાં તપાસ હાથ ધરવામાં આવી છે. જેના પગલે 11 અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી છે. તપાસ સમિતિએ અધિકારીઓને જવાબ માટે બોલાવ્યા હતા.

વડોદરામાં થોડા દિવસ પહેલા IOCLમાં બ્લાસ્ટની ઘટના બની હતી. બ્લાસ્ટની ઘટનામાં તપાસ હાથ ધરવામાં આવી છે. જેના પગલે 11 અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી છે. તપાસ સમિતિએ અધિકારીઓને જવાબ માટે બોલાવ્યા હતા. iocl ડાયરેક્ટર, ચીફ કન્ટ્રોલર, સાઇટ કંટ્રોલરની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. આસિસ્ટન્ટ કમાન્ડન્ટ CISF, પ્રાદેશિક અધિકારી GPCBને જવાબ માટે બોલાવ્યાં હતા.

IOCLમાં બ્લાસ્ટ કેસમાં 11 અધિરકારીની પૂછપરછ

PI, મામલતદાર, નાયબ મામલતદાર અને તલાટી પણ સમિતિ સમક્ષ હાજર રહ્યાં હતા. તમામ અધિકારીને જવાબ આપવા માટે નોટિસ અપાઈ હતી. IOCLમાં બ્લાસ્ટ મામલે મેજિસ્ટ્રિયલ તપાસ ચાલી રહી છે. આસપાસના ગામના લોકો પણ તપાસમાં સહકાર આપવા પહોંચ્યા હતા. તપાસ ખાનગીમાં થઈ રહી હોવાનો ગ્રામજનોનો આરોપ લગાવવામાં આવ્યો છે. તપાસ મામલે ગ્રામ્ય SDM દ્વારા રિપોર્ટ લેવામાં આવશે.