સુરત અને રાજકોટમાં બોર્ડના પરીક્ષાર્થીઓનું ફુલ અને મીઠાઇથી સ્વાગત, જુઓ Video

સુરત અને રાજકોટમાં બોર્ડના પરીક્ષાર્થીઓનું ફુલ અને મીઠાઇથી સ્વાગત, જુઓ Video

| Edited By: | Updated on: Mar 11, 2024 | 10:12 AM

બોર્ડ દ્વારા પરીક્ષાને લઇને તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. રાજ્યના કુલ 16.76 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.સુરત અને રાજકોટમાં વિદ્યાર્થીઓનું અનોખી રીતે સ્વાગત કરવામાં આવશે.

11 માર્ચથી શરૂ થનારી ધોરણ-10 અને 12ની પરીક્ષા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સજ્જ બન્યું છે. બોર્ડ દ્વારા પરીક્ષાને લઇને તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. રાજ્યના કુલ 16.76 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.સુરત અને રાજકોટમાં વિદ્યાર્થીઓનું અનોખી રીતે સ્વાગત કરવામાં આવશે.

પરીક્ષાર્થીઓના મનનો ડર દુર થાય અને તેઓ પ્રફુલ્લિક મન સાથે પરીક્ષા આપી શકે તે માટે રાજકોટ અને સુરતના કેટલાક પરીક્ષા કેન્દ્રો પર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. શાળા તંત્ર દ્વારા પરીક્ષાર્થીઓના સ્વાગત માટે વ્યવસ્થા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને ફુલ આપીને આવકારવામાં આવશે, સાથે જ મિઠાઇ ખવડાવીને પરીક્ષા ખંડમાં જવા મોકલવામાં આવશે.

મહત્વનું છે કે ગુજરાતમાં ધોરણ-10ની પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાંથી 9.17 લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે અને આ પરીક્ષા માટે રાજ્યમાં 981 કેન્દ્રો નક્કી કરાયા છે. આ જ રીતે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં સમગ્ર રાજ્યમાંથી 4.89 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમની પરીક્ષા માટે રાજ્યમાં 506 કેન્દ્ર નક્કી કરાયા છે.

આ પણ વાંચો-Chhota udepur : પાનેજ ગામના યુવકની આત્મહત્યા મામલે પરિવારજનોનો હોબાળો, મૃતદેહ લઇ પોલીસ મથક પહોંચ્યા, જુઓ Video

બોર્ડના ડેપ્યુટી ચેરમેન ડી.એસ. પટેલે જણાવ્યું કે પરીક્ષાને લઇને તમામ જિલ્લાના કલેક્ટર સાથે બેઠક થઇ છે. સાથે જ વહીવટી સ્ટાફની તાલીમ પણ પૂર્ણ કરી દેવાઇ છે. બોર્ડની પરીક્ષામાં અનેક લોકો પેપરલીકની ખોટી માહિતી ફેલાવતા હોય છે, ત્યારે આવી અફવા ફેલાવનારાઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો